________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૮ ]
જેવા હાથીની સમીપ આવ્યા ત્યારે તેને નિરંકુશ દેખીને તેનાથી ડર્યા. અને હાથી પણ વિધાધરોના લશ્કરનો કોલાહલ સાંભળીને મહા ક્ષોભ પામ્યો, તેના કપાળમાંથી મદ ઝરવા લાગ્યો, તે ગાજવા લાગ્યો ને મહા વેગથી કુંવરની આસપાસ આમથી તેમ ઘૂમવા લાગ્યો. જે તરફ હાથી દોડે તે દિશામાંથી વિદ્યાધરો હટી જાય. સ્વામીની રક્ષા કરવા માટે તત્પર એવો તે હાથી સૂંઢમાં તલવાર પકડીને કુંવરની પાસે જ ઊભો છે, કુંવરની સમીપતા છોડીને આઘો ખસતો નથી. તેના ત્રાસને લીધે વિદ્યાધરો નજીક આવી શકતા નથી. છેવટે વિધાધરોએ હાથિણીઓ દ્વારા સ્નેહપૂર્વક તેને વશ કર્યો. અને બધા નજીક આવીને કુવંરને દેખવા લાગ્યાઃ કુંવર તો મૌનથી બેઠો છેજાણે કાષ્ટનું પૂતળું!! વિધાધરોએ અનેક ઉપાય કર્યા, પણ આ તો ચિંતામાં મગ્ન મોન છે, – જેમ ધ્યાનમગ્ન મુનિ કોઈ સાથે ન બોલે તેમ આ પણ કોઈ સાથે બોલતો નથી. પવનંજયના માતા-પિતા આંસુ સારતા તેનું મસ્તક ચૂમીને, અને તેને છાતીએ લગાડીને કેહવા લાગ્યા-હે પુત્ર! હું વિનયવાન ? તું અમને છોડીને અહીં ક્યાં આવ્યો ? રાજમહેલમાં રહેનારા તેં આ ઘોર વનમાં રાત કેવી રીતે વીતાવી ? હે પુત્ર! તું કેમ બોલતો નથી ? –એમ ઘણું કહ્યું તોપણ તે ન બોલ્યો. ત્યારે ‘ આણે મૌનવ્રત ધારીને હવે મરણનો જ નિશ્ચય કર્યો છે' –એમ સમજીને બધા વિદ્યાધરો શોક પામ્યા, ને પિતા સહિત બધા વિલાપ કરવા લાગ્યા.
–
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com