________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬ ]
પવનકુમા૨ે કહ્યું: હું મિત્ર! એ વાત કોઇને કહેવાય એવી નથી. મારા હ્રદયની સર્વ વાત કહેવાનું સ્થાન એક તું જ છે, તારાથી મારે અંતર નથી; પણ આ વાત કહેતાં મને બહુ લજ્જા આવે છે.
પ્રહસ્ત કહે છે કે હું કુમા૨! તમારા ચિત્તમાં જે હોય તે કહો. તમે જે આજ્ઞા કરશો તે બીજું કોઈ નહિ જાણે. જેમ તાતા લોઢા ઉપર પડેલુ જલબિંદુ વિલય પામી જાય પછી પ્રગટ ન દેખાય, તેમ મને કહેલી વાત કયાંય પ્રગટ નહિ
થાય.
ત્યારે પવનકુમાર કહેવા લાગ્યોઃ હૈ મિત્ર! સાંભળ ! મેં કદી પણ અંજનીસુંદરી સાથે પ્રીતિ ન કરી, તેથી હવે મારું મન અત્યંત વ્યાકુળ થાય છે. પરણ્યાને આટલાં વરસો વીતી ગયાં છતાં હજી સુધી તેને મારો વિયોગ રહ્યો, તે સદા શોકથી ભરેલી અશ્રુપાત કરે છે. વિદાય વખતે તે બારણામાં ઊભી હતી અને વિરહના તાપથી તેનું મોઢું કરમાઇ ગયેલું હતું-એ દશ્ય અત્યારે મારા હૃદયને બાણની જેમ ભેદી નાંખે છે. માટે હૈ મિત્ર! એવો ઉપાય કર કે જેથી મારો અને તેનો મેળાપ થાય. –જો મેળાપ નહિ થાય તો અમારા બન્નેનું મરણ થશે.
પ્રહસ્ત એકક્ષણ વિચાર કરીને બોલ્યો- હૈ કુમાર! તમે માતા-પિતાની આજ્ઞા લઇને શત્રુને જીતવા નીકળ્યા છો માટે પાછા જવું ઉચિત નથી; તેમ જ અંજનીસુંદરીને આજ સુધી કદી યાદ કરી નથી તેથી તેને અહીં બોલાવતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com