________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭ ]
પણ લજ્જા આવે છે; માટે ગુપ્તપણે ત્યાં જવું અને ગુપ્તપણે જ પાછા આવવું, ત્યાં રહેવું નહિ. તેનું અવલોકન કરીને તથા સુખ–સંભાષણ કરીને આનંદપૂર્વક તરત જ પાછા આવી જવું. -આમ કરવાથી આપનું ચિત્ત નિશ્ચલ થશે અને શત્રુને જીતી શકાશે.
–એ પ્રમાણે નક્કી કરીને, કટકની રક્ષાનો ભાર સેનાપતિને સોંપ્યો, અને મેરુની વંદનાના બહારને પ્રહસ્ત તથા પવનકુમાર આકાશમાર્ગે ગુપ્તપણે અંજનીના મહેલે
આવ્યા.
"
રાત પડી હતી...ઝાંખો દીપક બળતો હતો...પવનકુમાર તો બહાર ઊભો રહ્યો, ને પ્રહસ્ત ખબર દેવા માટે અંદર ગયો. અંજનીએ કોણ છે? ’ –એમ પૂછ્યું, અને સખી વસંતમાળા બાજુમાં જ સૂતી હતી તેને જગાડી. સર્વ વાતમાં નિપુણ તે સખી ઊઠીને અંજનીના ભયનું નિવારણ કરવા લાગી.
પ્રહસ્તે નમસ્કાર કરીને જ્યારે પવનંજયના આગમનની વાત કરી ત્યારે અંજનીને તે વાત સ્વપ્ન સમાન લાગી, ને ગદગદ વાણીથી પ્રહસ્તને કહેવા લાગીહૈ પ્રહસ્ત! હું પુણ્યહીન! પતિની કૃપાથી વર્જિત! આવો જ મારા પાપકર્મનો ઉદય આવ્યો. તું મારી હંસી કાં કર? અરેરે ? પતિદ્વારા જેનો નિરાદર થાય તેની અવજ્ઞા કોણ ન કરે ? હું અભાગિણી, દુ:ખદશા પામી, હવે એવી સુખદશા કયાંથી હોય કે પ્રાણનાથ અહીં પધારે!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com