________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭૦] ત્યારે પ્રતિસૂર્ય કહેવા લાગ્યો-અરે કુમાર ! સોચ ન કરો; ત્યારપછી જે વૃત્તાંત થયો તે સાંભળો, –જેથી તમારાં સર્વે દુઃખની નિવૃત્તિ થશે. બાળક પડી જતાં જ મેં વિમાનમાંથી નીચે ઊતરીને જોયું – તો શું દેખ્યું ! આશ્ચર્યની સાથે મેં જોયું કે પર્વતના તો ખંડખંડ થઈ ગયા છે, તે બાળક એક શિલા ઉપર પડ્યો પડ્યો ખેલી રહ્યો છે, એના તેજથી દિશાઓ ઝગઝગી રહી છે. ત્યારે મેં એ ચરમશરીરી બાળકને ત્રણ પ્રદક્ષિણા દઇને નમસ્કાર કર્યા તેની માતા પણ ઘણું વિસ્મય પામી, ને તેનું નામ શ્રી શૈલકુમાર રાખ્યું. વસંતમાલા સખી તેમજ પુત્ર સહિત અંજનીને હું હુનુ હું દ્વીપ લઈ ગયો; ત્યાં પુત્રના જન્મનો ઉત્સવ કર્યો, તેથી તે બાળકનું બીજાં નામ “હનુમાન” પણ પ્રસિદ્ધ થયું. એ પતિવ્રતા અંજની, તેની સખી અને પુત્ર સહિત અમારા નગરમાં આનંદથી બિરાજે છે.
આ બધો વૃત્તાંત સાંભળીને પવનકુમારને પ્રસન્નતા થઈ, અને તત્કાળ અંજનીનું અવલોકન કરવા માટે હનુરુહુ દ્વીપ તરફ ચાલ્યા. પ્રતિસૂર્ય રાજાએ બધાનું સ્વાગત કર્યું. જ્યારે કુંવર અંજની પાસે ગયો ત્યારે અંજનીએ લજજાપૂર્વક હનુમાનને તેડીને તેના હાથમાં સોંપ્યો.. અને મુક્તિના દૂત સમાં એ ચરમશરીરી પુત્રને નીહાળતાં માતા અંજની અને પિતા પવન-એ બન્ને પોતાનું જીવનદુ:ખ ભૂલી ગયા, ને ઘણા દિવસે ફરી મિલન થતાં બન્નેને હર્ષ થયો.
પ્રતિસૂર્ય રાજાએ વિધાધરોને તો બે મહિના સુધી ઘણા આદરપૂર્વક રાખ્યા, પછી સૌ પોતપોતાના સ્થાનકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com