________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૭ ]
દેવો કરે છે તેવો ઉત્સવ કર્યો. પર્વતમાં જન્મ થયો અને વિમાનમાંથી પડતાં પર્વતની શિલાના ચુરા કરી નાંખ્યા તેથી તે બાળકની માતાએ તથા મામાએ તેનું ‘શ્રી શૈલકુમા૨’ એવું નામ પાડયું; અને નુરુહ દ્વીપને વિષે તેનો જન્મોત્સવ થયો તેથી ‘હનુમાન' એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. આ શ્રી શૈલ અથવા હનુમાન કુમાર હનુષ્હ દ્વીપને વિષે રમે છે, દેવ સમાન તેના શરીરની પ્રભા છે, એની ચેષ્ટા બધાને આનંદરૂપ છે. (આ રીતે હનુમાનના જન્મસંબંધી કથા અહીં પૂરી થઈ. )
ગણધરદેવ રાજા શ્રેણીકને કહે છે કે રાજન્ ! પ્રાણીઓને પૂર્વોપાર્જિત પુણયના પ્રભાવથી, પર્વતોને તોડી નાંખનારું મહા કઠોર વજ્ર પણ પુષ્પસમાન કોમળ થઈને પરિણમી જાય છે, તથા મહા આતાપકારી અગ્નિ પણ ચંદ્રનાં કિરણ જેવો શીતળ બની જાય છે, તેમજ તીક્ષ્ણ તલવારની ધાર પણ મનોહર કોમળ લતા જેવી થઇ જાય છે, આમ જાણીને જે વિવેકી જીવ છે તે મહા દુ:ખદાયી પાપોથી વિરક્ત થઈ જાય છે. આ સાંભળીને હું ભવ્ય જીવો! તમે જિનરાજના ચરિત્રને વિષે અનુરાગી બનો. કેવું છે જિનરાજનું ચરિત્ર? મોક્ષનું સુખ દેવામાં ચતુર છે. આ સમસ્ત જગત મોહને લીધે જન્મ-જરામરણનાં દુ:ખોથી અત્યંત તસાયમાન છે. તે દુ:ખોથી છોડાવીને પરમ મોક્ષસુખ આપવામાં સમર્થ એવા શ્રી જિનેન્દ્ર ભગવાનના વીતરાગી ચરિત્રનું અનુસરણ કરો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com