________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' ciાન.
૫: પવનકુમારની વ્યથા ગૌતમ સ્વામી રાજા શ્રેણીકને કહે છે કે હે મગધમંડન ! શ્રી હનુમાનજીના જન્મનો વૃત્તાંત કહ્યો; હવે હનુમાનના પિતા પવનંજયનો વૃત્તાંત સાંભળ.
અંજની પાસેથી વિદાય લઇને તરત જ પવનંજય પવનની જેમ શીધ્ર રાવણ પાસે પહોંચ્યો; વણ સાથે યુદ્ધ કરીને ખરદૂષણને તો છોડાવ્યો અને વરુણને બાંધીને રાવણ પાસે લઈ આવ્યો. આથી રાવણ પવનંજય ઉપર પ્રસન્ન થયો. રાવણ પાસેથી વિદાય લઈને પવનકુમાર અંજનીના સ્નેહને લીધે એકદમ ઘર તરફ ચાલ્યો. કુંવર વિજય કરીને આવે છે એવી ખબર પડતાં રાજા પ્રદ્યાદે નગરી શણગારીને તેનું સ્વાગત કર્યું. કુંવરે રાજમહેલમાં આવીને માતા-પિતાને પ્રણામ કર્યા, એક ક્ષણ સભામાં બેસીને સ્નેહપૂર્વક સૌના કુશળસમાચાર પૂછયા, અને પછી તરત જ પ્રસ્ત મિત્રને સાથે લઇને તે અંજનીના મહેલ તરફ ચાલ્યો.
-પણ મહેલ પાસે આવતાં, જેમ જીવ વગરનું શરીર ન શોભે તેમ અંજની વગરનો મહેલ મનોહર ન લાગ્યો, તેથી કુંવરનું મન અપ્રસન્ન થઇ ગયું ને પ્રહસ્તને કહેવા લાગ્યો કે હું મિત્ર ! અહીં પ્રાણપ્રિયા અંજની દેખાતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com