SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૦] છું કે હે પુત્ર! તું ચિરંજીવી હો !.... તું છે તો મારે બધુંય છે. આ પ્રાણ હરી નાંખે એવા મહા ગહન વનની વચ્ચે પણ હું જીવું છું તે તારા પુણ્યપ્રભાવથી જ જીવું છું. અંજનીનાં આવાં વચનો સાંભળીને વસંતમાલા કહેવા લાગી-હે દેવી! તું પ્રસન્ન થા, તું કલ્યાણરૂપ છો કે આવો પુત્ર પામી. તારો પુત્ર સુંદર લક્ષણોથી શોભે છે, તે મહાનઋદ્ધિનો ધારક થશે. અને વળી મુનિરાજનું વચન છે કે આ ચરમશરીરી છે, આના જન્મથી તારી કુંખ ઉજ્વળ થઈ. આ બાળક મહા તેજસ્વી છે, તેના પ્રભાવથી બધું સારું થશે. માટે તું નકામી ચિંતા ન કર... પુત્રને દેખીને પ્રસન્ન થા. જો તો ખરી, આ વન પણ તારા પુત્રનો ઉત્સવ ઊજવી રહ્યું છે, વૃક્ષો અને પુષ્પો પુલકિત થઇને હુસી રહ્યાં છે, વેલડીઓ હર્ષથી ડોલી રહી છે, મોરલા નાચે છે, ભમરાઓ મધુર ગીત ગાય છે... આ હરણીઓ પણ તારા પુત્રને વાત્સલ્યથી નીહાળી રહી છે. તારા પુત્રના જન્મોત્સવથી આખું વન પ્રફુલ્લિત થઇને લસલસાટ કરી રહ્યું છે... બને સખીઓ આ પ્રમાણે વચનાલાપ કરી રહી છે... ત્યાં તો વસંતમાલાએ આકાશમાં સૂર્ય જેવું તેજસ્વી એક વિમાન આવતું દિખ્યું અને પોતાની સ્વામિનીને તે વાત કરી. વિમાનને જોતાં જ અંજની ભયભીત થઈને શંકા કરવા લાગી કે અરે ! આ વળી કોઇ નિષ્કારણ વેરી મારા પુત્રને લઈ જવા આવ્યો છે? –કે આ તો મારો કોઈ ભાઈ છે? અંજનીનો પોકાર સાંભળીને વિદ્યાધરને દયા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy