________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૮] વખતે સમયશ્રી નામના આર્થિકા તેના ઘરે આહાર માટે આવ્યા હતા, પણ શ્રીજીની મૂર્તિનો અવિનય દેખીને તેમણે પારણું ન કર્યું ને પાછા ફર્યા તથા આને અજ્ઞાની જાણીને મહા દયાપૂર્વક ઉપદેશ દેવા લાગ્યા. કેમ કે સાધુજનો સર્વેનું ભલું જ ચાહે છે, ને જીવોને સમજાવવાના નિમિત્તે વગર પૂછયે પણ શ્રીગુરુની આજ્ઞાથી ધર્મોપદેશ દેવામાં પ્રવર્તે છે; એ રીતે, શીલ અને સંયમરૂપ આભૂષણને ધારણ કરનારા સમયશ્રી અજિંકા પણ મહામધુર અનુપમ વચનથી પટરાણીને કહેવા લાગ્યા કે અરે ભોળી ! સાંભળ! તું રાજાની પટરાણી છે, મહા રૂપમતી છે, રાજાને તારા પ્રત્યે ઘણું સન્માન છે, – એ તો બધું પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે; મોહુને લીધે આ જીવ ચતુર્ગતિ વિષે ભ્રમણ કરે છે ને મહાદુઃખ ભોગવે છે; અનંતકાળમાં કયારેક પુણ્યના યોગે મનુષ્ય દેહ પામે છે. હું રાણી! તું કોઈ પુણ્યના યોગે આ મનુષ્યદેહ પામી છે, તો તેમાં આ નિંધ આચાર ન કર, યોગ્ય ક્રિયા કર. આ મનુષ્યદેહ પામીને જે સુકૃત નથી કરતો તે હાથમાં આવેલા રત્નને ખોઈ બેસે છે. અશુભ ક્રિયાઓ દુઃખમૂળ છે. માટે તું તારા કલ્યાણને અર્થે શ્રેષ્ઠ કાર્યોમાં પ્રવર્ત, –તે જ ઉત્તમ છે. આ લોક મહા નિંદ્ય અનાચારથી ભરેલો છે, જે સંતો પોતે આ સંસારથી તરે છે ને ધર્મોપદેશ દઈને બીજાઓને પણ તારે છે તેમના સમાન કોઈ ઉત્તમ નથી, તેઓ કૃતાર્થ છે; અને એવા સંત-મુનિઓના પણ નાથ.. સર્વ જગતના નાથ. ધર્મચક્રી શ્રી અરહંતદેવ છે તેમના પ્રતિબિંબનો જે અવિનય કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com