________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૯] છે તે અજ્ઞાની ભવોભવમાં કુગતિનાં મહા દુઃખ પામે છે, અરે! એ દુઃખોનું વર્ણન કોણ કરી શકે? જોકે શ્રી વીતરાગ અરહંત દેવ રાગ-દ્વેષ રહિત છે, જેઓ તેમની સેવા કરે તેમના ઉપર તેઓ પ્રસન્ન થતા નથી, ને નિંદા કરે તેમના ઉપર દ્વેષ કરતા નથી, મહા મધ્યસ્થ વીતરાગભાવને ધારે છે, તોપણ જે જીવ તેમની સેવા કરે છે તે સ્વર્ગ–મોક્ષને પામે છે અને જે નિંદા કરે છે તે નરક-નિગોદને પામે છે. –કેમ? કે જીવોને પોતાના પરિણામોથી સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ અગ્નિને ઇચ્છા ન હોવા છતાં તેના સેવનથી શીતનું નિવારણ થાય છે, તેમ શ્રી જિનરાજને ઇચ્છા ન હોવા છતાં તેમના અર્ચન-સેવનથી સ્વયમેવ સુખ થાય છે, અને તેમના અવિનયથી પરમ દુઃખ થાય છે. હું પુત્રી ! આ સંસારમાં જેટલા દુઃખ દેખાય છે તે બધાં પાપનાં ફળ છે, અને જે સુખ છે તે ધર્મનું ફળ છે, પૂર્વપૂણ્યના પ્રભાવથી તું મહારાજાની પટરાણી થઈ, મહા સંપત્તિવાન થઈને અદ્ભુત કાર્ય કરવાવાળા તારા પુત્ર થયા, તો હવે તું એવું કર કે જેથી સુખી થા.. મારા વચનથી તું તારું કલ્યાણ કર, હે ભવ્યા ! છતી આંખે અંધ થઈને તું કૂવામાં ન પડ. જો તું આવા કાર્યો કરીશ તો ઘોર નરકમાં પડીશ; દેવ-ગુરુ-શાસ્ત્રનો અવિનય કરવો તે તો અત્યંત દુઃખનું કારણ છે. આવા દોષ દેખીને જો હું તને ન સંબોધું તો મને પ્રમાદનો દોષ લાગે; તેથી તારા કલ્યાણ માટે આ ધર્મોપદેશ દીધો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com