________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૦] શ્રી આર્થિકાજીનો આવો ઉપદેશ સાંભળીને રાણી કનકોદરી નરકનાં દુઃખથી ડરી; તેણે સમ્યગ્દર્શન ધારણ કર્યું, શ્રાવિકાનાં વ્રત આદર્યા, શ્રી અરહંત દેવની પ્રતિમાને ઘણા બહુમાનપૂર્વક મંદિરમાં પધરાવી ને મોટી ધામધૂમપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરાવી.- એ પ્રમાણે સર્વજ્ઞદેવના ધર્મનું આરાધન કરીને તે કનકોદરી સમાધિમરણ કરીને સ્વર્ગ માં ગઈ. અને સ્વર્ગમાંથી આવીને અહીં રાજા મહેન્દ્ર અને રાણી મનોવેગાને ત્યાં આ અંજનાસુંદરી પુત્રી થઈ. શ્રી મુનિરાજ કહે છે કે હે પુત્રી! તું પૂર્વના પુણ્યના પ્રભાવથી રાજકુળમાં ઊપજી, ઉત્તમ વર પામી, પરંતુ શ્રી જિનેન્દ્ર દેવની પ્રતિમાને તે એક ક્ષણપૂરતી મંદિરમાંથી બહાર કાઢી હતી તેના પાપથી તું પતિનો વિયોગ તથા કુટુંબદ્વારા તિરસ્કાર પામી. વિવાહના ત્રણ દિવસ પહેલાં રાત્રે પવનંજય તેના પ્રહસ્ત મિત્ર સહિત ગુસપણે તારા ઝરોખે આવીને બેઠો હતો, તે વખતે મિશ્રકેશી સખીએ વિધુત્ક્રભની સ્તુતિ કરી ને પવનંજયની નિંદા કરી, તેથી પવનંજયને તારા ઉપર દ્વેષ થઈ ગયો. પછી યુદ્ધને માટે જતાં માનસરોવરના કિનારે પડાવ નાંખ્યો ત્યારે ચકવીને વિરહમાં ઝૂરતી દેખીને તેને કરુણા ઊપજી, અને તે કરુણા જ સખીરૂપ થઇને કુમારને તારી પાસે લઈ આવી; તને ગર્ભ રહ્યો ને કુમાર તો ગુસપણે જ રાવણને મદદ કરવા ચાલ્યો ગયો. મુનિરાજના શ્રી મુખેથી અંજની પ્રત્યે મહા કરુણા ભરેલા અમૃતવચન ખરવા લાગ્યાહું બાલિકા! તે પૂર્વે જિનેન્દ્ર દેવનો અવિનય કરેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com