________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩ ]
હતા ત્યારે પણ હું વિયોગિની હતી, છતાં આપ નિકટમાં જ છો-એવી આશાથી મારા પ્રાણ જેમતેમ કરીને ટકી રહ્યા...પરંતુ હવે તો આપ દૂર પધારો છો તો હું કેમ કરીને જીવીશ ? હું નાથ ! પરદેશગમન પ્રસંગે આપે સ્નેહપૂર્વક, વસતીના મનુષ્યોને તો શું ! પણ પશુ-પક્ષીનેય દિલાસો આપ્યો અને બધાને અમૃત-વચન કહ્યા. માત્ર એક હું તમારી અપ્રાપ્તિથી દુ:ખી છું, મારું ચિત્ત આપના ચરણારવિંદને ઝંખે છે...બીજા બધાયને આપના શ્રીમુખેથી આટલો દિલાસો આપ્યો તો મને પણ, બીજાની મા૨ફતેય કંઇક દિલાસો આપ્યો હોત તો સારું હતું! જ્યારે આપે મને તજી દીધી ત્યારે જગતમાં શરણ નથી...મરણ જ છે.
ત્યારે કુમારે મુખ સંદ્રેચીને કોપથી હ્યું કે...‘મર!' એ સાંભળતાં જ સતી ખેખિન્ન થઇને ધરતી પર પડી ગઈ. કુમાર તેને કુમાયા સમજીને ત્યાંથી ચાલ્યો ગયો... અને લશ્કર સહિત પ્રયાણ કરતાં કરતાં તે દિવસે સાંજે માનસરોવરના કિનારે પડાવ નાંખ્યો. *
*
*
વિધાના પ્રભાવથી એક મોટો મહેલ બનાવીને, પવનકુમાર પોતાના પ્રહસ્ત મિત્ર સહિત તેમાં બેઠો છે, અને ઝરૂખામાંથી માનસરોવરની શોભા નીહાળે છે...સરોવરના સ્વચ્છ જળમાં કમળ ખીલી રહ્યાં છે, હંસ અને ચાતક વગેરે પક્ષીઓ ક્રીડા કરી રહ્યાં છે... એક ચકવો અને ચકવી પણ ક્રીડા કરતાં હતાં; ત્યાં સૂર્યાસ્ત થયો અને ચકવો ચાલ્યો ગયો. તેના વિયોગથી તસાયમાન ચકવી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com