________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[ ૧૪ ]
એકલી આકુળવ્યાકુળ થવા લાગી...ચકવાને દેખવા માટે તેનાં નેત્રો અસ્તાચલ તરફ લાગી રહ્યાં છે...કમળના છિદ્રમાં વારંવાર શોધે છે...પાંખો ફફડાવીને તરફડે છે...ને નીચે પડે છે...કમળના રસનો સ્વાદ પણ તેને ઝેર જેવો લાગે છે...પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખીને ‘આ મારો પ્રીતમ છે' એમ સમજીને આતુરતાથી તેને બોલાવે છે, પણ પ્રતિબિંબ કયાંથી આવે? તેથી તેની અપ્રાપ્તિથી પાછી અત્યંત શોક પામે છે; લશ્કરના માણસો તથા હાથી ઘોડાના શબ્દો સાંભળીને પોતાના વલ્લભની આશાથી ત્યાં ચિત્ત ભમાવે છે, વળી કિનારાના ઝાડ ઉપર ચડીને દશે દિશા તરફ ઝાંખી ઝાંખીને જુએ છે, પણ કયાંય પોતાના પ્રીતમને ન દેખતાં પાછી જમીન ઉપર આવી પડે છે.
ચકવીની આવી દશા ઘણી વાર સુધી નજર માંડીને પવનકુમા૨ે દેખી...ચકવીની ઝુરણા દેખીને તેનું ચિત્ત દયાથી ભીંજાઈ ગયું, તેને અંજની યાદ આવી...અને તે વિચારવા લાગ્યો કે-અરેરે ! પ્રીતમના વિયોગથી આ ચકવી શોકાગ્નિમાં કેવી ઝૂરે છે? આ મનોહર માનસરોવર અને ચંદ્રમાની ચંદન જેવી ચાંદની પણ તે વિયોગિનીને દાવાનળ જેવાં લાગે છે...તો અંજનીની શી દશા થઇ હશે ? આ ચકવી પોતાના પતિનો એક રાતનો વિયોગ પણ નથી સહી શકતી, તો તે મહાસુંદરીએ બાવીસ-બાવીસ વર્ષનો વિયોગ કેમ કરીને સહ્યો હશે !! અરે, આ તે જ માનસરોવર છે અને આ તે જ સ્થાન છે કે જ્યાં અમારા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com