SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૪] લાગી: હે દેવ! જાઓ, આ બન્ને સ્ત્રીઓ સિંહના ભયથી અત્યંત વિહળ બની ગઈ છે, એ બન્ને ધર્માત્મા છે, માટે તમે તેની રક્ષા કરો. ગંધર્વદેવને પણ દયા ઊપજી અને તરત જ વિઝિયાવડે તેણે અષ્ટાપદનું રૂપ ધારણ કર્યું સિંહ અને અષ્ટાપદની લડાઈના મહા ભયાનક શબ્દો થવા લાગ્યા. અંજની હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરવા લાગી. વસંતમાલા સારસની જેમ વિલાપ કરવા લાગી. હું અંજના ! પહેલાં તો ધણીના વિયોગથી તું દુઃખી થઇ, કોઈ પ્રકારે ધણીનું આગમન થયું ને ગર્ભ રહ્યો તો સાસુએ વગર સમયે તારા ઉપર કલંક નાંખીને તેને ઘરમાંથી કાઢી મૂકી, માતા-પિતાએ પણ ન રાખી તેથી મહા ભયાનક વનમાં આવી; અહીં પુણ્યના યોગથી મુનિરાજના દર્શન થયા, મુનિએ પૂર્વભવ કહીને વૈર્ય બંધાવ્યું અને ધર્મોપદેશ દઇને આકાશમાર્ગે ચાલ્યા ગયા; પ્રસૂતિ માટે તું આ ગૂફામાં રહી, તો હવે આ સિંહુ મોટું ફાડીને તને ખાઈ જવા આવ્યો છે. હાય ! હાય! આ રાજપુત્રી નિર્જનવનમાં મરણ પામી રહી છે... અરે ! આ વનના દેવતા દયા કરીને એની રક્ષા કરો. મુનિએ કહ્યું છે કે હવે તારા બધાં દુઃખો દૂર થશે, -એ મુનિનાં વચન અન્યથા કેમ હોય? -એમ વિલાપ કરતી કરતી વસંતમાલા ઝૂલાની જેમ આમથી તેમ ઘૂમે છે, ઘડીકમાં અંજનીની પાસે આવે છે ને ઘડીકમાં બહાર જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy