________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] જાય છે...સંસારનાં સર્વ દુઃખો ભૂલાઈ જાય છે...ને સંસારમાં સાચું શરણું તો દેવ-ગુરુ-ધર્મનું જ છે. એ વાતનું સાક્ષાત્ ચિત્ર ખડું થાય છે. ગૂફામાં એ મુનિદર્શનનો આનંદકારી પ્રસંગ લેખકને અતિ પ્રિય છે. આ કથા છપાતાં પહેલાં લેખકે લગભગ પચાસ વખત રસપૂર્વક વાંચી છે; અનેક બાળકો અને વડીલોએ પણ આ કથા વાંચીને તે છપાવવાની ઇચ્છા બતાવી છે.
આ પુસ્તકદ્વારા બાલ-સાહિત્યમાં એક પુસ્તકનો ઉમેરો થાય છે. આ લેખકને બાલ-સાહિત્ય માટેની ખાસ પ્રીતિ છે, અને અત્યારે જૈન સમાજને બાલ-સાહિત્યની ખૂબ જ જરૂર છે. તે તરફ લેખકો-પ્રકાશકોએ ધ્યાન આપવાની જરૂર છે. આ પુસ્તકના કાર્યમાં મને પ્રોત્સાહન આપનારા સૌનો હું આભારી છું. વીર સં. ૨૪૮૯ “આસો વદ ચોથ” –બ્ર. હરિલાલ જૈન
કહાનરશ્મિ: સોનગઢ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com