________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
L S૨ |
:
-
-
-એ પ્રમાણે ચિંતવન કરતો કરતો પવનકુમાર વનજંગલોમાં ફરે છે. ફરતાં ફરતાં તે જ ગૂફાની પાસે આવ્યો કે જેમાં અંજની રહેતી હતી. કુમારે ગૂફામાં જઈને જોયું ત્યાં તો મુનિસુવ્રતનાથ ભગવાનની પ્રતિમા દીઠી... એને જોતા જ
કુમારને વિસ્મય થયું. ભક્તિપૂર્વક જિનેન્દ્રભગવાનના દર્શન કરીને સ્તુતિ કરવા લાગ્યોઃ હે વીતરાગ જિનેન્દ્રદેવ! આપના ચરણકમળમાં મારા નમસ્કાર છે.. હે નાથ ! આપ સુખી છો, આપ જ જગતના જીવોને શરણભૂત છો. હે સર્વજ્ઞપિતા! આ સંસારમાં સંયોગવિયોગથી આકુળ થયેલા જીવો, હૃદયમાં આપનું ધ્યાન ધરતાં પરમ શાંતિ પામે છે... એમ સ્તુતિ કરીને ગૂફામાં બેસીને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો.
થોડીવારે ગૂફામાંથી બહાર આવીને વિચાર કરવા લાગ્યો કે અહીં આ પ્રતિમા ક્યાંથી? – આ ગૂફામાં આ કોણે સ્થાપી હશે? અંજની તો અહીં રહેતી નહિ હોય!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com