________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૬] લાગ્યો કે- સર્વજ્ઞ પરમાત્મા શ્રી અરહંતદેવને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું દેવોથી પણ જે પૂજ્ય છે એવા દેવાધિદેવ શ્રી મુનિસુવ્રત ભગવાનના ચરણયુગલમાં ભક્તિપૂર્વક વંદન કરું છું. હે નાથ ! આપ ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ છો, મોક્ષમાર્ગના નાયક છો, આપના ચરણના નખની પ્રભા વડે ઇન્દ્રના મુકુટનાં રત્નો પ્રકાશિત થાય છે. હે સર્વજ્ઞદેવ! આપ જ જીવોને પરમ શરણભૂત છો...
એ પ્રમાણે જિતેન્દ્ર ભગવાનની અદભુત ભક્તિ સાંભળતાં બન્ને સખીઓનું મન અત્યંત પ્રસન્ન થયું, અને કદી નહિ સાંભળેલો આવો રાગ સાંભળીને તેમને વિસ્મય થયું; તેઓ ગીતની અત્યંત પ્રશંસા કરવા લાગી કે ધન્ય આ ગીત! જિનેન્દ્રદેવના કોઇ ભક્ત આ અત્યંત મનોહર ગીત ગાયું છે. તે સાંભળીને અમારું હૃદય હર્ષથી છવાઈ ગયું છે. વસંતમાલા અંજનીને કહેવા લાગી કે હે સખી! જરૂર અહીં કોઈ દયાવાન દેવ રહે છે કે જેણે અષ્ટાપદનું રૂપ ધારણ કરીને સિહંને ભગાડી મૂકયો અને આપણી રક્ષા કરી; અને તેણે જ આપણા આનંદને માટે આ મનોહર ગીત ગાયું છે. હે દેવી! હે શીલવતી ! તારી દયા તો બધાય કરે છે. જે શીલવાન ધર્માત્મા છે તેને મહાભયંકર વનમાં દેવ પણ મિત્ર થઇ જાય છે. આ ઉપસર્ગના વિનાશથી હવે જરૂર તને તારા પતિનો મિલાપ થશે અને તને અદ્ભુત પરાક્રમી પુત્ર થશે; મુનિઓનાં વચન અન્યથા હોતા નથી. આમ વાતચીત કરતાં કરતાં બન્ને એ રાત વીતાવી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com