________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૨] થઈ ગયાં, આપ પરમ શરણભૂત છો ” –એમ કહીને વારંવાર નમસ્કાર કરવા લાગી. શ્રી મુનિરાજ તેમને ધર્મનો ઉપદેશ દઇને આકાશમાર્ગે વિહાર કરી ગયા.
અંજની પોતાના પૂર્વ ભવની વાત સાંભળીને પાપકર્મથી અત્યંત ભયભીત થઈ અને ધર્મમાં સાવધાન થઈ. “આ ગુફા મુનિના બિરાજવાથી પવિત્ર થઈ ' એમ સમજીને બને સખીઓ ત્યાં જ રહેવા લાગી, અને પુત્રના પ્રસવની રાહ જોવા લાગી.
હવે અંજની પોતાની સખી સહિત ગૂફામાં રહે | છે.. ધર્મનું ચિંતન કરે છે, વૈરાગ્ય ભાવનાઓ ભાવે છે, દેવ-ગુરુની ભક્તિ કરે છે. વસંતમાલા વિદ્યાના બળથી ખાન-પાન વગેરે મનવાંછિત સામગ્રી મેળવી લ્ય છે. મુનિના ધ્યાનથી પવિત્ર થયેલી ગુફાને વિષે
| શ્રી મુનિસુવ્રતનાથ તીર્થંકરની પ્રતિમા પધરાવીને બન્ને
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com