________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પર] રાજાના પુત્ર પવનંજયની તે સ્ત્રી છે. એકવાર પવનકુમાર રાવણની મદદે જતો હતો, ત્યાં માનસરોવરથી ગુપ્તપણે પાછો અંજની પાસે આવ્યો, અંજનીને તેનાથી ગર્ભ રહ્યો. તેની સાસુ કુર સ્વભાવની, નિર્દય અને મહા મૂર્ખ હતી, તેના ચિત્તમાં સંદેહ થતાં અંજની ઉપર ખોટું કલંક મૂકીને તેને તેના પિતાને ત્યાં મોકલી દીધી, તેના પિતાએ પણ અપકીર્તિના ભયથી તેને ન સંઘરી, તેથી તે વનમાં ચાલીમોટા કુળની પુત્રી અત્યારે નિરાશ્રયપણે આ વનમાં મૃગીની જેમ રહે છે. આ અંજની સર્વ દોષરહિત મહાસતી શીલવંતી નિર્વિકાર છે, ધર્માત્મા છે; હું એની સેવા કરું છું, હું એની આજ્ઞાકારિણી સેવિકા છું, એની વિશ્વાસપાત્ર સખી છું ને મારા ઉપર એની ઘણી કૃપા છે. આજે આ ગૂફામાં એને પ્રસૂતિ થઈ છે. આ અનેક ભયથી ભરેલા વનમાં આને કોણ જાણે કઇ રીતે સુખ થશે !! હે રાજન્! મેં આનો વૃત્તાંત તમને સંક્ષેપથી કહ્યો, બધાં દુઃખની કથા તો કયાંસુધી કહેવી?
આ પ્રમાણે, અંજનીના દુઃખરૂપ આતાપથી પીગળીને વસંતમાલાના હૃદયમાં રહેલો સ્નેહું વચનદ્વારા બહાર નીકળી ગયો.
વસંતમાલાની કરુણ કથની સાંભળીને, વિદ્યાધર રાજા સ્નેહપૂર્વક કહેવા લાગ્યો- હે ભવ્યા! હું પ્રતિસુર્ય, હનુ હું દ્વિીપનો રાજા છું, આ અંજની મારી ભાણજી થાય છે, મેં ઘણા દિવસે દેખી તેથી ન ઓળખી. -એમ કહીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com