________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં શાનું સ્થાન
रेखामात्रमपि क्षुण्णदामनार्वत्मनः परम् । न व्यतीयुः प्रजास्तस्य नियंतुर्नेमि वृतयः॥
રઘુવંશ ૧ વળી આ ધર્મમાં સંઘયુક્ત ઉપાસના નથી થતી. મંદિરમાં જવાની પણ સખ્તાઈ નથી અને કોઈ પણ પ્રકારને ધામિક જુલમ નથી, પરંતુ હિંદુના પ્રત્યેક આચાર સંસ્કારથી બાંધવામાં આવ્યા છે. હિંદુને અન્ન ખાવા માટે પણ સંસ્કાર છે. પશુ જ્યાં ભક્ષ્ય દેખે છે ત્યાં જ ખાવા લાગે છે તે પ્રમાણે હિંદુથી ખાઈ શકાશે નહિ. તેના પર તેને કેટલાક સંસ્કાર કરવા પડે છે. તેના પિયJણ માટે પણ સંસ્કાર છે, સ્નાન કરવાના પણ સંસ્કાર છે. આ સંસ્કારોએ હિંદુત્વનું જે મુખ્ય લક્ષણ જતિ સંસ્થા તે સુવ્યવસ્થિત રાખી છે. અંગ્રેજ સમ્રાટના કે દેશી રાજાઓના કાયદાઓનો હિંદુ સમાજના મન પર જેટલા અધિકાર છે તેના કરતાં સહસ્ત્ર ગણે અધિક અધિકાર ધાર્મિક કલ્પનાઓને તેના પર છે. આ લેકે ઉપર પાંચ દસ વખત પરચક્ર આવી ગયાં. પરંતુ તેના પરની સાચી સરકાર જે અવ્યક્ત ધર્મ તે કદી બદલી નહિ. તેથી મહેસુલ વસુલ કરનાર ગમે તે હોય છતાં હિંદુસમાજ પોતાને અવ્યક્ત રાજાની જ પ્રજા રહ્યો.
For Private and Personal Use Only