________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિઓન સમાજરચનાશાસ winnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
આ વાક્યને બરાબર અર્થ શો ? આ પાંચ કે સાત પેઢી ચાલુ રહેનારા વિવાહમાં વરવધૂનાં વર્ણ અગર જાતિ કયા સ્વરૂપનાં હોવાં જોઈએ? તે પદ્ધતિ કેવી રીતે સતત ચાલુ રાખવી વગેરે બાબતેને પંડિતજીએ વધારે ખુલાસે કરવાની જરૂર હતી. વળી વૃત્તિ બદલવાથી વર્ણતર થાય છે, એની પ્રક્રિયા પણ તેમણે કહેવી જોઈતી હતી, તેમણે તે કહી નથી, છતાં પ્રચ્છન્ન સ્વરૂપે એ લાભાર્કની જ પદ્ધતિ છે. અમે કહ્યું કે લામાની પદ્ધતિ બરાબર નથી, ત્યારે બીજા એક સમાજસુધારક શાસ્ત્રી તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જેશીએ એક વિજયી વીરના આવેશથી તે પદ્ધતિ અસિદ્ધ નથી, એમ પ્રાણીશાસ્ત્રથી અજ્ઞાત જેવા સામાન્ય સમાજને સમજાવવા પ્રયત્ન કર્યો. એ તે રહ્યા આધુનિક સુશિક્ષિત ! ચાલે, અમારું કહેવું ભૂલભરેલું છે અને કર્મથી ગુણ સિદ્ધ થાય છે એ અશાસ્ત્રીય પદ્ધતિ બરાબર છે એમ ઘડીભર ગૃહીત માનીએ. હવે તે પદ્ધતિથી પણ વર્ણાન્તર થઈ શકે કે કેમ તેને વિચાર કરીએ. ધારે કે દર પેઢીએ વૃત્તિ સ્વીકારવાથી તે વૃત્તિને લાયક મૂળ ગુણ અમુક અંશે વધતું જાય છે. દર પેઢીએ સોએ એક એ પ્રમાણમાં જે તે ગુણ વધતું જાય, તે જેમની સે પેઢીઓ એક જ વર્ણમાં ગઈ હોય અને જેમની પાંચ અગર સાત પેઢીઓ તે વર્ણમાં ગઈ હોય, તેમનું સામ્ય શી રીતે થઈ શકે? સંસ્કારનું પરિણામ વર્ણ બદલવા જેટલું જબરદસ્ત છે તે પાંચ સાત પેઢીઓ પછી તે શા માટે અટકી જવું જોઈએ? પાંચ સાત પેઢીઓ પછી તે પરિણામે થતાં અટકે છે એમ જે માનીએ, તો પહેલી જ પાંચ સાત પેઢીઓમાં જ થાય છે એ પણ કેમ કહી શકાય ? પરિણામ થતાં અટકતાં નથી એમ માનીએ તે આગળ કહ્યા પ્રમાણે તેમાં એક એ રીતે ગુણ વધતો જાય તો સાત પેઢીઓમાં એકને બદલે (૧૦૧) થશે અને સે પેઢીઓમાં (૧૦૧)૨૦૦ જેટલો થશે. પહેલાં જે ૧૦૭ર એટલા પ્રમાણમાં વૃદ્ધિ થશે તે બીજામાં ૨૫૯૨ જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થશે, એટલે પહેલાં કરતાં અઢી ગણુ વૃદ્ધિ થાય છે. કદાચ કેઈ આક્ષેપ લેશે કે ગુણ પર સંખ્યા
For Private and Personal Use Only