________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
વ્યવસ્થા એટલે માનવ પ્રાણીની વિભાગણીનું તત્વ ગૃહીત લઇને જ પિતાના કાર્ય માટે પ્રવૃત્ત થયો છે. બધા મનુષ્યો સમાન નથી અને આ જાતની વિભાગણી થઈ શકે છે એ આધુનિક શાસ્ત્રોને માન્ય છે એ અમે આગળ બતાવ્યું છે. આવી રીતે એકવંશીય લેકેમાં પણ અધરોત્તર વ્યક્તિઓ હોય છે અને હિંદુસ્તાનમાં તે વિવિધ વંશીય લેકે અસ્તિત્વમાં હતા અને છે, તેને લીધે હિંદુસમાજશાસ્ત્રાની સામે અત્યંત વિકટ પ્રશ્ન હતો. આજ કારણને અંગે હિંદુઓને દ્વિવિધ વિભાગણી કરવી પડી. સંસ્કારથી વણવ્યવસ્થા કરવી પડી અને વંશથી જાતિ વ્યવસ્થા કરવી પડી. આ રીતે જુદા જુદા વંશમાં જાતિવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થા ફેલાઈ. વર્ણ સંસ્કાર પરથી નિશ્ચિત થયા ત્યારે જાતિ જન્મપરથી નિશ્ચિત થઈ. ઉદાહરણર્થ બંગાળી બ્રાહ્મણ અને દક્ષિણી બ્રાહ્મણએ વર્ણથી એક છે પરંતુ જાતિથી સરખા નથી. કોઈ પણ ભૂમિખંડમાં સંસ્કારયુક્ત બ્રાહ્મણનું અસ્તિત્વ હેય જ, પરંતુ તેમની જાતીય વિભિન્નતા ઓળખવી જોઈએ અને તેવી રીતે તે ઓળખવામાં પણ આવી. આ જાતની વ્યવસ્થા થયા પછી તે રચનાનો સુપ્રજા દષ્ટિએ વિચાર કરે . સુપ્રજાને વિચાર એટલે પ્રાણુશાસ્ત્રની દ્રષ્ટિએ વિવાહિત અગર અવિવાહિત સ્ત્રી પુરૂષોની સંતતિને વિચાર.
અમે કહી ગયા છીએ કે કુટુંબવ્યવસ્થા મનુષ્ય સાથે કાલદષ્ટિએ સમવ્યાપ્ત છે. પરંતુ સાહિત્ય અને સામાજિક રીત રિવાજોને અભ્યાસ કરનારા પંડિત એમ કહે છે કે એક કાળ એ હતો કે જ્યારે માનવામાં વિવાહસંસ્થા અસ્તિત્વમાં જ ન હતી. આર્યગ્રંથે પરથી જોતાં એમ દેખાય છે કે તે બંધન વેતકેતુ નામના કોઈ એક સદ્દગૃહસ્થ ઉત્પન્ન કર્યું અને મૂખ સમાજે એ છોકરાનું કહ્યું માન્યું. પરંતુ સર્વસાધારણ મનુષ્યસમાજ એવી સ્થિતિમાં કયારે પણ નહેાત એમ અમે વારંવાર કહેલું છે, અહીં
For Private and Personal Use Only