________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
હિંદુઓનું સમાજરચનાશાય
૧
૧
*
****
*
*
***
ન હતી. હાલની કલ્પના જોઈએ તે રાષ્ટ્ર એ સૌથી મોટું એય અને રાજસત્તા એ અધિકારનું સર્વ શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. પ્રાચીન હિંદની રાજસત્તા સર્વતંત્ર સ્વતંત્ર ન હતી તે રાજસત્તાનું શાસન કરનારી અવ્યકત એવી એક “ધર્મ” નામની સંસ્થા હતી, ધર્મ અવ્યક્ત હેવાથી રાજા કે રંક સર્વના મન પર ઘણી ઝડપથી અને ઉંડી છાપ પડે છે. રાજસત્તા ધર્મમાં ક્ષત્રિયની ઉપજીવિકા હોય છે. પછી જે રાજસત્તા મેળવે તે રાજા; ઈતર રાજાઓ કરતાં તેઓ વાંશિક દષ્ટિએ ભિન્ન હોય તે પણ વિવાહ સંબધ કરતા. આ સંકર અને યુદ્ધનું નૈસર્ગિક પરિણામ ! આ જ કારણેથી ક્ષત્રિય વર્ણ અગર જાતિ નિર્માણ થઈ જ નથી. ક્ષત્રિય વર્ણની જે જાતિઓને ઉલ્લેખ કરવામાં આવે છે તે બધી યુદ્ધનાં ઘર પરિણામની ભોગ બની. મનુ કહે છે,
शनकैस्तु क्रियालोपादिमाः क्षत्रियजातयः । वृषलत्वं गता लोके ब्राह्मणादर्शने च ॥ पौण्ड्रकाश्चौद्रविडाः काम्बोजा यवनाः शकाः। पारदाः पहवाः चीनाःकिराता दरदा खशाः॥
અ. ૧૦ લો. ૪૩, ૪૪ પંડ, ઉ, દ્રવિડ, કંબેજ, યવન, શક, પારદ પડ્ડવ, ચીન, કિરાત, દરદ અને ખશ દેશના ક્ષત્રિયો ધીરે ધીરે ધર્મની ક્રિયાઓ તજી દેવાથી તથા શાસ્ત્રોને ઉપદેશ કરનારા બ્રાહ્મણને સમાગમ નહિ થવાથી વૃષલપણને પામ્યા હતા.” - આમાંથી બધાનો ઇતિહાસ કહી શકાય તેટલે અવકાશ નથી. શક એટલે સીશિયન વંશ આજે અસ્તિત્વમાં હોય એમ જણાતું નથી. સર હર્બર્ટ રીલેએ શકાની વાંશિક છાપ કેટલાક હિંદુલેકામાં દેખાય છે એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તે સિદ્ધ થઈ શકે તેમ નથી. પહેલી વાત એ કે રાજસત્તા અગર રાજતુલ્ય સત્તા અમલમાં લાવનારા લેકે એક વંશના હેતા નથી પરંતુ અધિકાર સામે
For Private and Personal Use Only