________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિઓનું સમાજરચનાશાય,
વસતીપત્રકમાં મળી આવતાં નથી. પછી સ્મૃતિગ્રંથમાં વર્ણવાએલી જાતિઓ તે જ નામરૂપથી આજ મળી ન આવે તો બધા સ્મૃતિગ્રંથો આજના હિન્દુ સમાજને ગેરલાગુ છે એ નિષ્કર્ષ નીકળશે. જે જાતિ વંશપરંપરાથી ચાલતી આવેલી છે તેવી જ આ જાતિઓ છે, એ પક્ષજ અહિં બાકી રહે છે. અહીં ઐતિહાસિક અનિશ્ચિતતાને પક્ષ આશ્રય કરવા યોગ્ય નથી. નિરજ નિઃ વિત્તજીવઃ ! એ ન્યાયાનુસાર છે તેટલું લઈને તેમાંથી રસ્તે કાઢવાને છે એ વાત અતિસુધારકે સ્મરણમાં રાખવી જોઈએ.
સ્મૃતિગ્રંથ પ્રમાણ માનવા એટલે તે ગ્રંથનાં નામે પણ પ્રમાણ માનવાં એવો અર્થ થતું નથી. એક વખત જે સ્મૃતિઓમાં વિભકિતકરણનું તત્વ માન્ય થએલું છે, તે પછી તેમાં સર્વ જાતિઓની યાદી આપી હોય કે ન આપી હોય, એ વસ્તુ ગૌણ સ્થાને છે. યાદી આપી નથી માટે સ્મૃતિમાં અસ્પૃશ્યતા ન હતી એમ કહેવું ભૂલ ભરેલું છે. સ્મૃતિગ્રંથ એટલે કંઈ હર્બર્ટ, રીલે, સર એડવર્ડ ગેઇટસ કે રસેલ જેવા ગ્રંથકારેએ લીધેલો વસ્તીગણત્રીને અહેવાલ નથી. આ ચર્ચા ઉપરથી એમ દેખાઈ આવશે કે આ મુદ્દો પણ વધારે વિચાર પૂર્વક મૂકવામાં આવ્યો નથી.
ત્રીજો મુદ્દો એ છે કે આપણે ઈતર ધમીઓને જેટલા સ્પૃશ્ય માનીએ અને જેટલા અધિકાર આપીએ તેટલા જ સ્વધર્મીઓને, સ્પૃશ્ય માનવા જોઈએ અને અધિકાર આપવા જોઈએ; નહિ તે ધર્માન્તર કરશે અને પછી તેમની અસ્પૃશ્યતા નષ્ટ થશે. તે પ્રથમથી જ નષ્ટ કરીએ તે શી હરકત છે ? ધર્માન્તર કરવાથી અસ્પૃશ્યની અસ્પૃશ્યતા નષ્ટ થાય છે એ મુદ્દો જોઈએ તેટલો બરાબર નથી. રા. શિંદે કહે છે કે, “ જાતીય અસ્પૃશ્યતા, સાર્વત્રિક બહિષ્કાર અને કાયદાથી સર્વ કાલમાં નિરાશ્ચિતપણું, ભારતીય અસ્પૃશ્યતાનાં આ ત્રણ લક્ષણે
૧ મારતીય કરાય -વિ. રા. શિ.
For Private and Personal Use Only