________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
અહીં કેટલાક લેકા તરફથી પ્રશ્ન કરવામાં આવે છે કે મૂળ વૈદિક ધર્મમાં અસ્પૃશ્યતા હતી અને તે પાછળથી ઘુસાડવામાં આવી છે. આનો જ પર્યાય મહાત્મા ગાંધીએ “આજ જે પ્રકારની અસ્પૃશ્યતા પાળીએ છીએ.” એવી શબ્દરચના કરી સ્વીકાર્યો છે. બીજે મુદ્દો એ કે જેમને જુના ગ્રંથમાં અસ્પૃશ્ય કહી સંબોધવામાં આવ્યા છે તે જ લેકે આજના અસ્પૃશ્ય છે એવું નિશ્ચિત વિધાન કરી શકાય તેવું નથી. ત્રીજો મુદ્દો એ કે ઈતર ધર્મીઓને જેટલા સ્પૃશ્ય માનવામાં આવે છે તેટલે સુધી તે સ્વધર્મીઓને સ્પૃશ્ય ન માનવા જોઈએ તેમ જે નહિ કરીએ તે તેઓ ધર્માન્તર કરશે વગેરે મુદ્દાઓને વિચાર કરીએ.
મૂળ વૈદિક ધર્મમાં અસ્પૃશ્યતા નહેતી એ વિધાન કરવાની જ સાથે નીચેના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ધર્મના મૂળ આચાર [૧]
ક્યા સ્થળના? [૨] ક્યા કાળના ? [૩] કયા લેકના ? અને [૪] તે જ આચારો વૈદિક છે એ દર્શાવનારાં ક્યાં પ્રમાણે માનવાં ? એ ચારે પ્રશ્નોને બરાબર નિર્ણય થયા સિવાય મૂળ આચારે વિષે પણ નિશ્ચય શી રીતે થઈ શકે? મૂળ વૈદિક આચાર એટલે જ્યાં પંચના દેશમાં સંહિતાનું એકીકરણ થયું મનાય છે, એ પંજાબના તે કાલના આચાર એ અર્થ માને કે શું? તે અર્થ થતો હેત, તે મનુસ્મૃતિ વૈદિક ધર્મના ગ્રંથમાંથી બાતલ થશે. કારણ કે મનુ જેને સદાચાર કહે છે, તે તે સ્થળના નથી. મનુ કહે છે કે,
सरस्वती हषद्वत्यादेवनद्योर्यदन्तरम् । तं देवनिमितं देवं ब्रह्मावर्ते प्रचक्षते ।। तस्मिन्देशे य आचार: पारंपर्यक्रमागतः।
वर्णानां सांतरालान्तं स सदाचार उच्यते ॥२ ૧ અમારા પર આવેલે મહાત્મા ગાંધીજીને પત્ર અને રેડામાંથી પ્રસિદ્ધ કરેલ એમનું પત્રક.
૨ રાશિ-એ, ૨, ૩ ૧૭, ૧૮,
For Private and Personal Use Only