________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
મનમાં વિચાર કરી લેવો. આ ઉપરથી એક તરફ અનિબંધ સ્પર્ધા અને બીજી તરફ પ્રત્યેક વ્યક્તિને ધ્યેયરૂ૫ માનવી એ પરસ્પર વિરોધી છે, એટલું ધ્યાનમાં આવે તે બસ છે.
પ્રત્યેક વ્યકિત જે બીજાના હક્કો માટે પોતાની ઉન્નતિ કરવાની ઈચ્છા મર્યાદિત કરવા લાગે તે સ્પર્ધાને અંત થયું છે એમ ખુશીથી સમજવું, અને પછી કતૃત્વવાન અને લાયક વ્યક્તિને લાયક થવાને માર્ગ જ કયાં રહ્યો ? કિંસ્ટ, કાન્ટ, એડેમસ્મિથ રીકાડે માલ્વસ, જોન ટુઅર્ટ મિલ, બાસ્તીઆ, વગેરેના તત્વજ્ઞાન અનુસાર વર્તવાને નિશ્ચય જે સમાજની પ્રત્યેક વ્યક્તિ કરે, અને જ્યાં શ્રેષ્ઠ પુરૂષોને કનિષ્ટ સાથે સંબંધ આવે ત્યાં સાધારણત: નીચે પ્રમાણે વિચારસરણ શ્રેષ્ઠ પુરૂષોએ અનુસરવી જોઈએ. “હું શ્રેષ્ઠ છું અને જે આપણું વચ્ચે જીવનાર્થ કલહ થાય તે હું તારે નિશ્ચિત નાશ કરીશ અગર તને મારે અંકિત બનાવીશ. પરંતુ મારું સ્વાતંત્ર્ય તારા સ્વાતંત્ર્યથી મર્યાદિત છે તેથી તારો નાશ કરવો કે તેને અંક્તિ બનાવ એ સામાજિક તત્ત્વજ્ઞાન સાથે અસંબદ્ધ છે. અને બીજાનું સ્વાતંત્ર્ય ઝુંટવી લેવાનો અધિકાર નથી. હું બલસંપન્ન છું. છતાં પણ નીતિબદ્ધ હોવાથી તારે નાશ કરવાને મને અધિકાર નથીહક્ક નથી. હું તારા પ્રમાણે એક વ્યકિત જ છું. હું તારે ઉપયોગ મને શ્રેષ્ઠ અગર શ્રીમંત બનાવવાના સાધન તરીકે કરી શકીશ નહિ. તું તારું પિતાનું નૈતિક સાધ્ય છે એજ દૃષ્ટિએ મારે જવું પડશે. તેથી મને તારા હક્કોની પાયમાલી કરવી શોભશે નહિ.” આ સમંજસપણું વ્યકિતને ફાવે તેવું નથી એટલે તે વ્યકિત પર લાદવા માટે નિર્માણ થયેલું તત્વજ્ઞાન તેનું જ નામ “સમાજસત્તાવાદ'. એક સમાજ પર એ આક્ષેપ લેવાયો છે કે તે સમાજમાં જોરજુલમથી વ્યક્તિવ્યક્તિમાં વિષમતા રાખવામાં આવે છે. ત્યારે આ સમાજ ઉપર અમે આક્ષેપ લઈ શકીએ કે આ સમાજમાં સમતા શેર જુલમથી લાદવામાં આવે છે.
For Private and Personal Use Only