________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે
હિંદુઓનું સમાજરચનાશા
કોઈ સમાજહિતના નામથી કરશે, પણ દરેક ઠેકાણે વ્યકિત ગૌણજ મનાશે. બાહ્ય શકિતને મુલાજે રાખવા માટે વ્યકિતએ પિતાની ભાવના, કલ્પના, વાસના એટલું જ નહિ પણ પિતાનું વ્યકિતત્વ કે જીવનને સુદ્ધાં યજ્ઞ કરવો પડે. “રાષ્ટ્ર માટે પ્રાણાહુતિ આપવા તૈયાર થાઓ” એ પ્રકારની સંભળાતી હાકલે અને “ના, માજ માજ માદ ચત્ર વિતર્યા : ' ધર્મ માટે પ્રાણ આપે એવી આગળ સંભળાતી હાલે એ બંનેની પાછળ રહેલા નૈતિક તત્ત્વમાં શો ફરક છે? દેશ માટે પ્રાણ આપ એમ કહેનારા અને ધર્મ માટે પ્રાણ આપ એમ કહેનારા બંનેએ એકજ નૈતિક તત્તવ માન્ય કરેલું હોવાથી તે બંનેમાંથી શ્રેષ્ઠ કાણુ તે તેમના ધ્યેયના સ્વરૂપ પરથી નિશ્ચિત થઈ શકશે. પછી રાષ્ટ્રનું ધ્યેય ધર્મને દયેય કરતાં શ્રેષ્ઠ છે એવું નિશ્ચિત કેદ કરશે પણ શાસ્ત્રીય પદ્ધતિથી વિચાર કરનારાને તે સિદ્ધ કરવું અશકય છે, એટલું જ ભારપૂર્વક કહી રાખીએ છીએ.
માનવી પ્રવૃત્તિઓનું નિયમન કરનારી આ જે બાહ્ય શક્તિ કહી તે બુદ્ધિગમ્ય હોવી જોઈએ કે મીમાંસકેએ કહ્યું છે તે પ્રમાણે અતિમાનુષ ( Supra rational) અલૌકિક હેવી જોઈએ એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. મનુષ્યોએ પોતાની બુદ્ધિની જ આજ્ઞાનું પાલન કરવું એવો નિયમ નિશ્ચિત થયા પછી તેણે પિતાની વાસનાઓ અસંતુષ્ટ શા માટે રાખવી એ પ્રશ્નોને જવાબ બુદ્ધિ આપી શકતી નથી. વળી બુદ્ધિમાં પણ ભેદ હેવાથી એકની બુદ્ધિને જે ગમ્ય તે બીજાની બુદ્ધિને અગમ્ય એવી સ્થિતિ પણ ઉત્પન્ન થશે. નૈસર્ગિક રીતે જીવ સુપ્રવૃત છે તેથી બુદ્ધિમાનનું વર્તન હંમેશ હિતકારક જ થશે એ વાત જીવશાસ્ત્રની અને ઇતિહાસની દૃષ્ટિથી હજુ સિદ્ધ થયું નથી. જેની નૈસર્ગિક પ્રવૃતિ સમાજ વગેરે તરફ દુર્લક્ષ કરી પોતાની વાસનાપૂર્તિ કરવી એટલી જ છે, અને તેનું બહારથી નિયંત્રણ ન થાય તે એ વધતી જ જશે,
For Private and Personal Use Only