________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં શાસ્ત્રનું સ્થાન
નંદિની તરફ વાંકી નજરથી જોવાની હિંમત કરી શકે નહિ તે નંદેનું સામ્રાજ્ય, અને એ જ વિખ્યાત એલેકઝાંડરના વિખ્યાત સેનાપતિ સેલ્યુકસને સજજડ રીતે હરાવી વંકિયામાંથી હાંકી કાઢનાર ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના અશોકનું સામ્રાજ્ય, વળી પ્રવાસના સાધને બહુ સુધરેલા ન હોવા છતાં એ સ્થિતિમાં જેણે કાવેરી નદીથી એકસસ્ નદી સુધી દિગ્વિજય કર્યો તે મહારાજાધિરાજ સમુદ્રગુપ્તનું સામ્રાજ્ય, ઠાણેશ્વરને હર્ષ, અકબર, ઔરંગજેબ અને અંતે નાના ફડનવીસ કે મહાદજી શિદે–એ બધાનાં સામ્રાજ્ય ક્યાં ગયાં. પણ ધર્મસત્તા તે હજુ ઓછાવત્તા પ્રમાણમાં અસ્તિત્વમાં રહેલી દેખાય છેઆવી રીતે
જ્યાં જ્યાં ધર્મસત્તા, ત્યાં ત્યાં સમાજરક્ષણ એવો સંબંધ દેખાય છે. તે સંરક્ષક ધર્મસત્તા નષ્ટ કરવી એ આજને સામાજિક પ્રવાહ નજરે પડે છે.
પરંતુ આ પ્રશ્નનો અહીં અંત આવતો નથી. પૃથ્વી પર એ નિયમ જણાય છે કે રાજા જે ધર્મને હોય તે જ ધર્મ પ્રજાએ સ્વીકાર જોઈએ. મહાભારતકારે પણ આ સિદ્ધાંત આવી રીતે શબ્દમાં મૂક્યો છે – 'कालो वा कारण राज्ञः राजा वा कालकारणम् ।
इति ते संशयो माऽभूत् राजा कालस्य कारणम् ॥'
હિંદુસ્તાનમાં મુસલમાનોની સંખ્યા આટલી બધી કેમ વધી એ પ્રશ્ન પૂછનારાઓએ, જે મુસલમાની સત્તાથી મધ્ય એશિયા અને આફ્રિકા સે વર્ષમાં મુસલમાન થયા તે મુસલમાનની ૫૦૦ વર્ષો સુધી હિંદુસ્તાનમાં સત્તા હતી, છતાં હિંદુ સમાજ અસ્તિત્વમાં કેમ રહ્યો એ પ્રશ્નનો ઉત્તર પ્રથમ દેવે જોઈએ. જે ખ્રિસ્તી ધર્મના ઝંઝાવાત સામે આખા યુરોપને નમવું પડયુ તે ખ્રિસ્તી ધર્મને બાણે હિંદુસ્તાન પર આટલાં બુડાં કેમ થયાં, તેનું કારણ જે કોઈ કહે તો ઠીક થાય. જે બુદ્ધધર્મે ચીન અને જપાનને પિતાને અંકિત કર્યા તે બુદ્ધ ધર્મને આ જુના હિંદુ ધર્મ નસાડી મૂક્યો. આ એક પછી એક બનનારા ચમત્કારોને ખુલાસો કરતું નથી કે રાષ્ટ્રના નિયમની દૃષ્ટિએ
For Private and Personal Use Only