Book Title: Vitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Author(s): Hemchandracharya, Umaswamti, Umaswami, Purushottam Jaymalbhai
Publisher: Purushottam Jaymalbhai

View full book text
Previous | Next

Page 5
________________ ભૂમિકા. પ્રિય વાચનાર.! કલીકાળ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય કે જેઓ આર્યાવર્તના સુપ્રસિદ્ધ તત્વવેત્તા, અસાધારણ વિદ્વાન, સમર્થ યેગી, મહાન પ્રતિભાશાળી કવીશ્વર, અને અલૈકિક શક્તિસં. પન્ન મહાપુરૂષ હતા. તેઓશ્રીના સમુદ્ર જેવા અગાધ અર્થવાળા અનેક વિષયોથી ગુંથેલા ગ્રન્થા તેમની વિદ્વતા, શ્રેષ્ઠતા અને પપકાર પરાયણતાની કીર્તિને વિસ્તારી રહ્યા છે. અને અનેક મુમુક્ષુ આત્માઓના હદયદર્પણમાં પ્રતિબિંબિત થઈ પિતાના જેવા કરવા મથી રહ્યા છે. એ એક પણ વિષય નથી કે જે વિષયની સૂમ બાબતે વિષે શ્રીમાને અસરકારક ગ્રન્થ ન લખ્યા હોય ! તેઓશ્રીના ન્હાના હાટા દરેક ગ્રન્થ સંસ્કૃત સાહિત્ય સમૂહમાં મંડનરૂપ છે. એ સર્વત્ર નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂકયું છે. આ “શ્રીવીતરાગ તેત્ર” નામને ભક્તિ યોગને પદ્યબંધ ગ્રન્થ ઉક્ત મનુષીને બનાવેલો છે. જેમાં સર્વજ્ઞ પરમાત્મા શ્રી વીતરાગદેવની સ્તવના એવા ભક્તિભર હૃદયે કરી છે કે વાંચનાર, સમજનાર, વિચારનાર જીજ્ઞાસુઓના રેમેરામ વિકસ્વર કરી દે છે. અને ભક્તિરસમાં નિમગ્ન કરી દે છે. કર્તાના હૃદયમાં કેવળ નિષ્પક્ષપાતપણે પરમાત્મા પ્રત્યે કે અસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 284