Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04 Author(s): Gunhansvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 6
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ⟩ દ્વારા માત્ર ને માત્ર પોતાની તિજોરીઓ ભરચક કરવાના કામમાં પરોવાઈ જઈને નીતિધર્મને ક્યાંય વેચી રહ્યા છે... એ કોણ નથી જાણતું ? સાચા-નિર્દોષ માણસોને ન્યાય અપાવવા લડનારા વકીલો અને સાચો ન્યાય આપનારા જજો કેટલા? તો પૈસાની લાલચે ખોટાને સાચું સાબિત કરનારા, ભયાનક દોષવાળાઓને સાવ નિર્દોષ જાહે૨ ક૨ના૨ા વકીલો અને જજો કેટલા? પુષ્કળ ભોગ આપીને કરોડો વિદ્યાર્થીઓને સારા-સાચા સંસ્કાર અને સારું-સાચું શિક્ષણ આપનારા શિક્ષકો કેટલા? તો શિક્ષણના નામે વિદ્યાર્થીઓ પાસેથી કે સરકાર પાસેથી ચિક્કાર પૈસા પડાવનારા, સ્કૂલોમાં ભણાવવાને બદલે સ્પેશિયલ ટ્યુશનો ગોઠવાવી એમાં જ અભ્યાસ કરાવવા દ્વારા બમણી - ત્રણ ગણી આવક ઊભી કરનારા, ધમકીઓ આપી વા૨-તહેવારે હડતાળ પાડનારા શિક્ષકો કેટલા? પ્રાચીન કાળમાં બધા જ સારા-સાચા હતા, એવું નથી કહેવું પણ પ્રાચીનકાળમાં ૯૫% સારા-સાચા અને ૫% ખરાબ-ખોટા હતા. જ્યારે વર્તમાનમાં ૫% સારા-સાચા અને ૯૫% ખરાબ-ખોટા... આટલો મોટો તફાવત નથી લાગતો શું? સમાજનાં કોઈપણ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક દૃષ્ટિપાત કરશું તો આ ખેદજનક છતાં તદ્દન સાચી હકીકત નજર સામે આવ્યા વિના નહિ રહે. શ્રમણ-શ્રમણીઓ પણ સમાજથી સાવ-સાવ અલગ તો નથી જ ને ? અનેક જાતના આક્રમણો શ્રમણ-શ્રમણી સંઘ ઉપર આવ્યા જ છે ને ? આના કારણે બીજા બધા ક્ષેત્રોની માફક શ્રમણ-શ્રમણીઓની વિશિષ્ટતામાં, આચારસંપન્નતામાં, વિચારશુદ્ધિમાં થોડો-ઘણો ઘટાડો થાય, ફેરફાર થાય એ શક્ય નથી શું ? એમાં ય વર્તમાનમાં તો સાચા સંયમધર્મની આરાધના માટેની અનુકૂળતાઓ ઘણી ઘણી ઘટી ગઈ છે. ૨૫૦૦ વર્ષ પૂર્વે શ્રી ધર્મદાસગણિ જ કહી ગયા છે કે ભાઈ ! વાતસ્સ ય પરિહાળી સંનમનુારૂં સ્થિ સ્વેત્તારૂં ભાઈ! પડતો કાળ છે, હવે સંયમયોગ્ય ક્ષેત્રો રહ્યાં નથી... હવે જો ભગવાન મહાવીરસ્વામીની હાજરીમાં એમના શિષ્યરત્ને આ શબ્દો ઉચ્ચાર્યા હોય તો આજે ૨૫૦૦ વર્ષ બાદ ભયાનક વિજ્ઞાનવાદની ભૂતાવળની હાજરીમાં તો શું દશા હોય? વર્તમાનકાળમાં ગૃહસ્થ જીવનમાં કેટલાં બધાં ખરાબ નિમિત્તો ભટકાય છે, એ તો બધા જાણે જ છે. હવે એ કુનિમિત્તોના કારણે કેટલાય ગૃહસ્થો જાતજાતના પાપોનો, કુસંસ્કારોનો ભોગ બનતા હોય... એમાંથી કોઈને કોઈ દીક્ષા લઈ અહીં આવે, વૈરાગ્ય સાચો હોય પણ પેલા કુસંસ્કારો પણ તગડા હોય... એમાં વળી અહીં સાધુજીવનમાં પણ એવા કોઈક કુનિમિત્તો મળી જાય. કુસંસ્કારો જાગ્રત થાય. વૈરાગ્યભાવ નબળો પડે, અને શ્રમણો કે શ્રમણીઓનાં જીવનમાં નાના-મોટા દોષ ઘૂસી જાય. કોઈક અયોગ્ય પ્રસંગ બની જાય. આવા પ્રસંગો શ્રાવક-શ્રાવિકાઓ જુએ, સાંભળે.... ક્યાંક વળી છાપાઓમાં અને મેગેઝિનોમાં એ વિષય-કષાય સંબંધી પ્રસંગો સારી રીતે ચગાવી-ચગાવીને છાપવામાં આવેલા હોય તે વાંચે અને ઊંડે ઊંડે શ્રમણ-શ્રમણીઓ પ્રત્યે અણગમો-અરુચિ એમના મનમાં ઉપસતાં થાય, ‘બધા સાધુ-સાધ્વીઓ આવા જ હશે. આ બધા પાસે જવા જેવું જ નથી.’’ એવા વિચારો ધીમે ધીમે દૃઢતા પકડતા જાય અને પછી સાધુ-સાધ્વીઓ પાસે જવું-વંદન ક૨વા - વ્યાખ્યાન સાંભળવા... આ બધાં જ કાર્યો બંધ થતાં જાય. ૪Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 128