Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ) પ્રસ્તાવના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ શ્રમણસંઘ કહેવાય છે. શ્રમણોની (અને શ્રમણીઓની) પ્રધાનતાવાળો સંઘ એ શ્રમણસંઘ. ચૌદરાજ લોકના સર્વ જીવોની હિતકામનાવાળા જૈનશ્રમણો અને શ્રમણીઓ લાખો શ્રાવક-શ્રાવિકાઓ માટે પરમ પૂજનીય તત્ત્વ હતું અને છે. શ્રાવકો અને શ્રાવિકાઓ માટે તો પંચમહાવ્રતપાલક શ્રમણ-શ્રમણીઓ ‘ભગવાનતુલ્ય છે’ એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. ભગવાન ઋષભદેવના સમયથી માંડીને શ્રાવક-શ્રાવિકાઓ આજ સુધી શ્રીસંઘમાં શ્રમણોની અને શ્રમણીઓની પ્રભુતા સ્વીકારતા જ આવ્યાં છે અને આજે પણ એ શ્રાવક-શ્રાવિકાઓ શ્રમણ-શ્રમણીઓ માટે ગજબ કોટિનો આદરભાવ - બહુમાનભાવ ધરાવે છે એ નિઃશંક હકીકત છે. પણ આ અવસર્પિણીકાળ! પડતો કાળ! એમાં વળી પાંચમો આરો! એ ય વળી હુંડા અવસર્પિણીનો પાંચમો આરો ! એની અસ૨ સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં ઓછા-વત્તા અંશે પડી છે - પડે છે... એનો નિષેધ તો કોણ કરી શકે ? પરદુઃખભંજન મહારાજા વિક્રમની પરંપરામાં આજે કરોડો પ્રજાજનોનાં દુઃખોને દૂર કરવાની જવાબદારી ઊઠાવનારા સેંકડો રાજનેતાઓ કેટલી હદે પ્રજાજનો ઉ૫૨ દુઃખના ડુંગરાઓ ઠાલવી રહ્યા છે, એ કોણ નથી જાણતું ? સમગ્ર પ્રજાને નિરોગી બનાવવાનું બીડું ઝડપનારા લાખો ડોક્ટરો માત્ર સ્વાર્થ ખાતર, ધનપતિ બનવા ખાત૨ કરોડો રોગીઓના વિશ્વાસનો ઘાત કરી રહ્યા છે, નકામી દવાઓ આપી રોગી તરીકે જ કાયમ રહેવા દઈ પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. રે! નિરોગીઓને રોગી બનાવવાના ભયાનક કાવતરા કરી રહ્યા છે, પરોપકારના અમૂલ્ય સાધન સમાન પોતાના કાર્યને રૂપિયા કમાઈ લેવાનો ધંધો બનાવી રહ્યા છે એ કોણ નથી જાણતું ? લાખો વેપા૨ીઓ ઈમાનદારી-સચ્ચાઈનો ટોટો પીંસી નાંખી વિશ્વાસઘાત, ભેળસેળ, લાંચરુશવત ૩

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 128