________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
ततोऽहं गुटिकादानाद् भवितव्यतया तया ।
તસ્થા: પ્રવેશિતઃ વુક્ષો, ભદ્ર પુષ્પોન્વિતઃ સારા શ્લોકાર્ચ -
ત્યારપછી=સંસારી જીવ અનેક ભવોને ભટકીને ચરમભવની ગુટિકા જીર્ણ થાય છે ત્યારપછી, હું=સંસારી જીવ, તે ભવિતવ્યતા વડે ગુટિકા દાનથી તેણીની કુક્ષિમાં-કનકસુંદરીની કુક્ષિમાં, હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! પુણ્યોદય સહિત પ્રવેશ કરાવાયો. ll૧રી શ્લોક :
अथ संपूर्णकालेन, प्रविभक्तशरीरकः ।
स्थितश्चाहं बहिोंने रङ्गमध्ये यथा नटः ।।१३।। શ્લોકાર્ચ -
હવે સંપૂર્ણકાલથી ગર્ભના સંપૂર્ણકાલથી, પ્રવિભક્ત શરીરવાળો શરીરની રચના સંપન્ન થઈ છે એવો, હું યોનિમાંથી બહાર આવવામાં સ્થિત થયો. જે પ્રમાણે રંગ મધ્યમાં નટ. અર્થાત્ જે પ્રમાણે નટ રંગ મધ્યમાં પ્રવેશ કરે છે તે રીતે હું ગર્ભમાંથી બહાર નીકળ્યો. II૧all શ્લોક :
ततः किल प्रसूताऽहं, जातो मे पुत्रकोऽनघः ।
इति भावनया चित्ते, जनन्या प्रविलोकितः ।।१४।। શ્લોકાર્ચ -
ત્યારપછી=સંસારી જીવ ગર્ભમાંથી બહાર આવે છે ત્યારપછી, હું પ્રસૂતા છું, મારો નિર્દોષ પુત્ર થયો. એ પ્રકારની ભાવનાથી ચિતમાં માતા વડે હું જોવાયો. ll૧૪ll શ્લોક :
सोऽपि पुण्योदयो जातः, केवलं नेक्षितस्तया ।
जनदृष्ट्या न दृश्यन्ते, तेऽन्तरङ्गजना यतः ।।१५।। શ્લોકાર્થ:
તે પણ પુણ્યોદય-મારી સાથે આવેલો તે પણ પુણ્યોદય, જન્મ્યો. કેવલ તેણી વડે મારી માતા વડે, જોવાયો નહીં. જે કારણથી જનદષ્ટિથી તે અંતરંગ લોકો પુણ્યોદયાદિ અંતરંગ લોકો, દેખાતા નથી. તેથી માતા વડે પુણ્યોદય જોવાયો નહીં એમ અન્વય છે. ll૧૫ll