Book Title: Ubbudo Ma Puno Nibuddijja Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ ય કશી ગમ નહિ, તેમજ ધર્મ–જહાજ પણ શાનું જેવા ય મળે? ધર્મ શું? એને એક આંકડે ય ગતાગમ નહિ. તે ધર્મરૂપી જહાજનું આલંબન કરવાની વાત જ ક્યાં? આવું પશુ-પંખીઓ, જુઓ, પંચેન્દ્રિય છે, પણ લગભગ એ બધાની ય આ સ્થિતિ છે. એમને ય પોતે હલકી ગતિમાં છે એ કશું ભાન નથી. એ આપણે પશુ-પંખીની દશા નજરે જોઈએ છીએ. ત્યારે જ્યાં સદુગતિ-દુર્ગતિનું ભાન ન હોય, એને પોતાના આત્માનું ભાન શાનું હોય ? એ નહિ, તે પરમાત્માનું ય ભાન શાનું? તેમ આત્માનાં કર્મ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ વગેરે આત્મા સાથે સંબંધિત તત્ત્વની ય ગમ શી હોય? એટલે જ જ્ઞાની આવા અવતારને સંસાર સમુદ્રની અંદરના ડુબાડુબ અવતાર કહે છે, ત્યારે આત્માપરમાત્મા, દુર્ગતિ-સદ્ગતિ, પુણ્ય-પાપ, ધર્મ–અધર્મ.... વગેરે સમજી શકનાર માનવના અવતારને સંસાર સમુદ્રની સપાટી પર અવતાર કહે છે. એ હિસાબે જ્ઞાની ચિમકી આપે છે કે - માનવ! સપાટી ઉપર ઊંચે આવ્યું છે તું, હવે ફરીથી સમુદ્રની અંદરમાં ડુબવાનું ન કરીશ. અર્થાત્ એ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીનીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 284