Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Arihant Prakashan View full book textPage 9
________________ કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસો પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળનો વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે, કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકે મળે છે. આવી રીતે કથાનયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારો સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. | હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બાધ આપી, જનધની બનાવી, આખા દેશમાં જૈનધર્મનો વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલો બધો છે કે અત્યારે કોઈ પણ જન તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દગમ દેશને પિતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન ને ચૌલુકાના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કે “સ્વામિન ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાથી નરકગતિના આયુષ્ય નાંનિમિત્તકરણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દુર્ગણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચોડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લેકેને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કેષ) પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામિન ! તમે સ્વયમેવ લેક પર ઉપકાર કરવા માટે સજજ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબધ થવા માટે સઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્ય'. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માનો લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિનો અને કથાવિષયને નમનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પિતે વ્યાકરણ, કોષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણીતાડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. સ્થાનોનાં વર્ણન અને લશ્કરની વ્યુહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્ભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણના મહોત્સવો, ચક્રીનો દિગવિજય અને દેવકૃત સમવરસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમયે, તે સ્થાનો, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લેકે ચોથા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બોધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચામાં ઊંચે લાભ આપવા સાથે બહુ ભારે બેધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 472