Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Arihant Prakashan View full book textPage 8
________________ પ્રસ્તાવના (નોંધ: અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો. તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે:-) - જન પુસ્તકે જે જ્ઞાનનો ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનુ યોગ, કથાનુગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, ષટ્દ્રવ્ય સંબંધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તો સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેનો તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયાગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાય આચાર્યોએ યોજ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયોનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પુછોનાં જીવનચરિત્રો છે અને તે દ્વારા ઉપદેશ-પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતે આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરેલો છે. ચેથા અનુગમાં ચરણસીરી અને કરણસીત્તરીનું વર્ણન અને તત્સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથો લખાયા છે તેમાંથી ઘણાનો નાશ થયો છે, છતાં પણ હજુ ઘણું જૈન ગ્રંથ વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયોગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયોગનો છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે-તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તદન સામાન્ય બુદ્ધિ બહુ ઓઈ કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જણાયું હશે કે જયારે ધાર્મિક ઊંડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ કથાના વિષય પર સર્વને એક સરખો આનંદ આવે છે; એટલું જ નહિ પણ તે જ કથા ઘણા રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાએ આનંદ પામે છે. દીર્ઘ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કૂચી પામી ગયા અને તેનો લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો. તેને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દરવાઈને તેઓએ કથાનો સાથે ધર્મના મુખ્ય ફરમાના, વર્તાનના ઊચા નિયમો અને જીવનના ઊંચા ઉદેશે જોડી દીધા. આ તે સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે છે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે છે તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાતો ઓછો થતો ગયે, લોકો જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછા થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયો જેડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંતો મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકત અને ગુજરાતીમાં રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકન તત્ત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકેનું ધ્યાન એાછું ખેચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુગમાં કલ્પનાશક્તિને બહુ ઉપયોગ કરવો પડે છે તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 472