Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 10
________________ અને જઘન્યોત્કૃષ્ટ આયુષ્ય વગેરે બાબતો બતાવી છે. પાંચમા અધ્યાયમાં ધર્માસ્તિકાયાદિ અજીવનું તથા દ્રવ્યોના લક્ષણોનું, છઠ્ઠામાં આસવનું, સાતમામાં દેશવિરતિ અને સર્વવિરતિનું તથા તેમાં લાગતા અતિચારોનું, આઠમામાં મિથ્યાત્વાદિ હેતુથી થતા બંધનું, નવમામાં સંવર તથા નિર્જરાનું અને દશમા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન છે. ઉપસંહારમાં ૩૨ શ્લોક પ્રમાણ અંતિમકારિકામાં સિદ્ધનું સ્વરૂપ વગેરે બહુ સારી રીતે વર્ણવેલ છે. પ્રાન્ત ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવેલ છે. આ સૂત્ર ઉપર અનેક વિદ્વાનોએ વિસ્તૃત વિવેચન લખ્યું છે. આ સૂત્ર ઉપર લખાયેલ સંસ્કૃત સાહિત્ય નીચે મુજબ છે. તત્ત્વાર્થસૂત્ર ઉપર વર્તમાનમાં લભ્ય-મુદ્રિત સંસ્કૃત ગ્રંથો(૧) સ્વોપલ્લભાષ્ય (૨૨૦૦ શ્લોક પ્રમાણ). (૨) શ્રી સિદ્ધસેન ગણિકૃત ભાષાનુસારિણી ટીકા (૧૮૨૦૨ શ્લોક પ્રમાણ). (૩) શ્રી હરિભદ્ર સૂરિકત ટીકા." (૧૧૦૦૦ શ્લોક પ્રમાણ). (૪) ચિરંતન નામના મુનિરાજશ્રીએ કરેલું તત્ત્વાર્થ ટિપ્પણ. પ્રથમ અધ્યાય ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ભાષ્યતર્યાનુસારિણી ટીકા. ભાષ્યતર્કનુસારિણી ટીકા ઉપર શ્રી દર્શનસૂરિજી કૃત અતિ વિસ્તૃત ટીકા. યશોવિજયજી ગણિ કૃત ગુજરાતી ટબો. (૮) સંબંધ કારિકા અને અંતિમ કારિકા ઉપર શ્રી સિદ્ધસેન ગણિ કૃત ટીકા. (૯) સંબંધ કારિકા ઉપર શ્રી દેવગુપ્તસૂરિ કૃત ટીકા. તત્ત્વાર્થસૂત્ર ઉપર લખાયેલ અલભ્ય ગ્રંથો(૧) શ્રી દેવગુપ્ત સૂરિએ સંબંધ કારિકાની પોતાની ટીકાના અંતેइतीयं कारिकाटीका, शास्त्रटीकां चिकीर्षुणा । संदृब्या देवगुप्तेन, प्रीतिधर्मार्थिना सता ॥१॥ એમ જણાવ્યું છે. આથી તેઓશ્રીએ કદાચ આ સૂત્ર ઉપરટીકા લખી હોય. ૧. શ્રી હરિભદ્રસૂરિજીએ પા અધ્યાય સુધીની ટીકા બનાવી છે. અધૂરી રહેલી એ ટીકા શ્રી યશોભદ્રસૂરિજીએ પૂરી કરી છે. ૨. આ યશોવિજયજીગણી સુપ્રસિદ્ધ ન્યાય વિશારદ યશો વિ.મ. નહિ, પણ બીજા સમજવા. (૬) (૭)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 516