________________
૧૯
ઉત્તર– હા. ગુણસ્થાનનો આધાર બાહ્ય ધર્મક્રિયા નથી, કિંતુ અંતરના પરિણામ છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા કરતો હોવા છતાં પહેલા ગુણસ્થાને હોઈ શકે છે. ત્યારે કોઈક જીવ માટે એવું પણ બને કે ચોથા કે પાંચમા ગુણસ્થાનની ક્રિયા કરતો હોય, પણ એ ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાને હોય.
પ્રશ્ન- આ રીતે તો ક્રિયાનું મહત્ત્વ રહેતું નથી, અંતરના પરિણામનું જ મહત્ત્વ રહે છે.
ઉત્તર- અહીં ભૂલ થાય છે. ક્રિયા અંતરના પરિણામને જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા જીવોને માટે એવું બને છે કે તેઓ પહેલા ગુણસ્થાને હોવા છતાં ચોથા વગેરે ગુણસ્થાનની ક્રિયા કરતાં કરતાં તે તે ગુણસ્થાન પામી જાય છે.
પ્રશ્ન- ગુણસ્થાનનો આધાર અંતરના પરિણામ છે. અંતરના પરિણામને આપણે જાણી શકતા નથી. આથી કયા જીવો કયા ગુણસ્થાને રહેલા છે તે કેવી રીતે જાણી શકીએ ?
ઉત્તર- ક્યા જીવો કયા ગુણસ્થાને રહેલા છે તે સાક્ષાત્ તો સર્વજ્ઞ ભગવંતો જાણી શકે, આપણે તો તે તે ગુણસ્થાનની ક્રિયા કરતા જોઇને અમુક જીવો અમુક ગુણસ્થાને છે એમ અનુમાન કરી શકીએ.
પ્રશ્ન- કયા ગુણસ્થાનની કઈ ક્રિયા છે?
ઉત્તર-દેવ, ગુરુ અને ધર્મને માને નહિ, પૂજે નહિ, રાગી દેવને માનેપૂજે, પરિગ્રહી ગુરુને માને-પૂજે, હિંસાદિથી દોષિત ધર્મને માને-પૂજે, આવા જીવો પહેલા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. જિનેશ્વરદેવે કહેલી જિનપૂજાદિ ધર્મક્રિયા કરે, પણ વ્રતોનું પાલન ન કરે તેવા જીવો ચોથા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. જિનેશ્વર દેવે કહેલી ધર્મક્રિયા કરે અને અણુવ્રતોનું પાલન કરે તે પાંચમા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. પાંચ મહાવ્રતોનું પાલન કરે તે છઠ્ઠા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. બીજા વગેરે ગુણસ્થાનોનો કાળ અતિ અલ્પ હોવાથી તેની ખાસ કોઈ ક્રિયા નથી.
પ્રશ્ન- જયાં સુધી માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી એમ કહેવામાં આવ્યું છે તથા “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” આવી માન્યતા શુદ્ધ છે. આનો અર્થ એ થયો કે જિનેશ્વર