________________
૨૭
(૧૪) અયોગી કેવળી— પાંચ હૂસ્વાક્ષર કાળ પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનના અંતે વિશિષ્ટ પ્રક્રિયા કરીને યોગરહિત બને છે. યોગરહિત અવસ્થા ચૌદમું ગુણસ્થાન છે. ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુપર્વતની જેમ નિષ્પ્રકંપ બનીને બાકી રહેલાં ચાર કર્મોનો ક્ષય થતાં દેહનો ત્યાગ કરી મોક્ષમાં ચાલ્યો જાય છે. આત્માનો આ અંતિમ વિકાસ છે. હવે તે કૃતકૃત્ય છે. હવે એને કદી દુઃખનો અંશ પણ નહિ આવે, એકલું સુખ જ રહેશે. ચૌદમા ગુણસ્થાને યોગો નથી હોતા, પણ કેવલજ્ઞાન હોય છે. આથી એને અયોગી કેવળી કહેવામાં આવે છે.
૧. યોગનિરોધ. ૨. શૈલેશીકરણ કરીને.