Book Title: Tattvarthadhigama Sutra Author(s): Rajshekharsuri Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 8
________________ અને તેમના ગુણ-પર્યાયોની સુંદર અને સૂક્ષ્મતાભરી છણાવટ જેમાં જોવા મળે છે એવાં સૂયગડાંગ, સમવાયાંગ વગેરે આગમોમાં અને સમ્મતિતર્ક, તત્ત્વાર્થ સૂત્ર, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, નવતત્ત્વ વગેરે પ્રકરણોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું વ્યાખ્યાન છે. આ ચાર અનુયોગોમાં અપેક્ષાએ દ્રવ્યાનુયોગ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે જીવોને મોક્ષપ્રાપ્તિ કેવળજ્ઞાનથી થાય છે. કેવળજ્ઞાન શુક્લ ધ્યાનથી પ્રગટે છે. શુક્લ ધ્યાન દ્રવ્યાનુયોગના ચિંતન-મનન-નિદિધ્યાસનથી સુલભ બને છે. આ જ વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે દ્રવ્યગુણપર્યાય રાસની પહેલી ઢાળની છઠ્ઠી ગાથામાં જણાવી છે. તેમ જ સમ્મતિ તર્કમાં કહ્યું છે કે ચરણસિત્તરિ અને કરણસિત્તરિમાં સંપૂર્ણ સમ્યગુ આદર ધરાવનાર મુનિઓ પણ સ્વશાસ અને પરશાસના અભ્યાસ વિના નિશ્ચયથી શુદ્ધ સારને જાણી શકતાં નથી. અને શ્રી મહોપાધ્યાયજી પણ એ જ વાતને પુષ્ટ કરતાં જણાવે છે કે દ્રવ્યાનુયોગની વિચારણા વિના ચરણ અને કરણનો કોઈ સાર નથી. સાથોસાથ એ વાત પણ જણાવે છે કે આ દ્રવ્યાનુયોગમાં જેમનો સતત ઉપયોગ છે એવા મહાપુરુષોને આધાકમદિક દોષો પણ લાગતા નથી. આવી અનેક બાબતોને સાંકળી લેતી દ્રવ્યાનુયોગની પ્રશસ્તિ દ્રવ્યગુણ-પર્યાય રાસની પ્રથમ ઢાળમાં મુક્ત કંઠે ગાઈ છે. વિશેષ જિજ્ઞાસુએ પ્રથમ ઢાળનું ચિંતન-મનન કરવું અત્યંત આવશ્યક છે. આ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે છે કે શ્રી જિનશાસનમાં દ્રવ્યાનુયોગ કેવું આગવું સ્થાન ધરાવે છે. જેમ મોક્ષપુરુષાર્થના અભાવમાં પ્રથમના ધર્માદિ ત્રણ પુરુષાર્થો અને ધર્મપુરુષાર્થના અભાવમાં અર્થ અને કામ એ બે પુરુષાર્થો નિષ્ફળ છે, તેમ દ્રવ્યાનુયોગની વિચારણા વિના પ્રથમના ત્રણ અનુયોગો પણ નિષ્ફળ છે, સાધ્યની સિદ્ધિ કરાવી શકતા નથી એમ અપેક્ષાએ જરૂર કહી શકાય. માટે જ આત્માર્થીઓને દ્રવ્યાનુયોગની વિચારણા અત્યંત આવશ્યક છે. આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણા છે, અને સાથોસાથ ગણિતાનુયોગ તેમ જ ચરણકરણાનુયોગની પણ સુંદર વિચારણા કરવામાં આવી છે. તેથી આ સૂત્ર શ્રી જૈનશાસનમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 516