Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ તેમ જ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧માં પૃષ્ઠ-૩૬૨ થી ૩૬૮માં નીચે પ્રમાણે જણાવેલ છે કલ્પસૂત્રના ઉલ્લેખથી સમજી શકાય છે કે આર્યદિન્નસૂરિના મુખ્ય શિષ્ય આર્ય શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી છે. આ ઉચ્ચનાગરી શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાર્ય શિવશ્રી થયા હતા. તેમને ઘોષનંદિ શ્રમણ નામના પટ્ટધર હતા. જેઓ પૂર્વધર ન હતા, કિન્તુ અગિયાર અંગના જણનારા હતા. પંડિત ઉમાસ્વાતિએ ઘોષનંદિ પાસે દીક્ષા લીધી અને અગિયાર અંગનું અધ્યયન કર્યું. તેમની બુદ્ધિ તેજ હતી. તેઓ પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી યોગ્યતાવાળા હતા. એટલે તેમણે ગુરુ આજ્ઞાથી વાચનાચાર્ય શ્રી મૂળ, કે જેઓ મહાવાચનાચાર્ય શ્રી મુંડપાઇ ક્ષમાશ્રમણના પટ્ટધર હતા, તેમની પાસે જઈ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. તત્ત્વાર્થાધિગમ ભાગમાં ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી શાખાના હતા તેમ લખાણ છે. ઉચ્ચ નાગરી શાખા શ્રી મહાવીર પરમાત્માની પાટે થયેલા આર્યદિન્નના શિષ્ય આર્ય શાંતિશ્રેણિકના વખતમાં નીકળી છે. આ ઉપરથી વાચકવર ઉમાસ્વાતિજી વિક્રમના પહેલાથી ચોથા સૈકા સુધીમાં થયા હોય તેમ લાગે છે. તે સિવાય એમનો ચોક્કસ સમય હજુ સુધી ઉપલબ્ધ થયેલ નથી. તેઓશ્રીના સંબંધમાં ઘણા લેખકોએ ઘણું લખ્યું છે. તેથી વિશેષ હું લખી શકું તેમ નથી અને કદાચ થોડું-ઘણું લખું તો પણ જૈન ઇતિહાસના જ્ઞાતાઓની આગળ માતાની આગળ મોસાળની કથા કર્યા જેવું જ ગણાય. આ પુસ્તક પ્રકાશનનો પ્રસંગ વિક્રમ સંવત-૨૦૧૮માં સ્વર્ગસ્થ પંન્યાસપ્રવર પરમ પૂજય કાગ્નિવિજયજી મ.સા.ની સાથે આ પુસ્તકના લેખક પૂજ્ય (વર્તમાનમાં આચાય) શ્રી રાજશેખર વિ. મ. સાહેબે મહેસાણા પધારી બે માસની સ્થિરતા કરી હતી. તે દરમિયાન અહીંથી કાશીના પંડિતજી છૂટા થયા હતા અને ભાઈ શ્રી રતિલાલ તથા પૂનમચંદ એ બંને વિદ્યાર્થીઓને સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદ્રવૃત્તિના છેલ્લા ૩ અધ્યાયનો અભ્યાસ બાકી હતો. બાકી રહેલ તે અભ્યાસ તેમણે પૂજ્યશ્રી પાસે કર્યો. તે વખતે તેઓશ્રીનો સામાન્ય પરિચય

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 516