Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Rajshekharsuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 13
________________ शीतवातातपैर्दशै-मशकैश्चापि खेदितः । मा सम्यक्त्वादिषु ध्यानं, न सम्यक् संविधास्यति ॥ ६ ॥ तस्य त्वग्रहणे यत् स्यात्, क्षुद्रप्राणिविनाशनम् । ज्ञानध्यानोपघातो वा, महान् दोषस्तदैव तु ॥ ७ ॥ અધ્યયન-૪, શ્લોક પાનું-૧૯૧ એ. आहच वाचक:-इहचेन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः, तद्यथा-गार्य: सत्यकि कर्द्धिगुणं प्राप्तोऽनेकशास्त्रकुशलोऽनेकविद्याबलसम्पन्नोऽपि ॥ (૫) અધ્યયન-૪, શ્લોક-૧, પાનું ૧૯૧ બી. उक्तं च वाचकैःमङ्गलैः कौतुकैर्योगै-विद्यामन्त्रैस्तथौषधैः । न शक्ता मरणात् त्रातुं, सेन्द्रा देवगणा अपि ॥ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ, પ્રશમરતિની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ અને પંચાશકની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ, શ્રી ઉમાસ્વાતિ મહારાજે ૫૦૦ ગ્રંથોની રચના કરી છે એવો ઉલ્લેખ કર્યો છે. ગ્રંથકર્તા તથા તેનો સમય વગેરે ઉમાસ્વાતિ મહારાજના સમયનો ચોક્કસ નિર્ણય નથી. તત્ત્વાર્થ ભાષ્યની પ્રશસ્તિના પાંચ શ્લોક, જે આ ગ્રંથના પ્રાંતે અર્થ સાથે આપેલ છે, તેનો મતલબ એ છે કે–શિવશ્રી વાચકના પ્રશિષ્ય અને ઘોષનંદિ ક્ષમણના શિષ્ય ઉચ્ચ નાગરી શાખામાં થયેલ ઉમાસ્વાતિ વાચક તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું. તેઓ વાચના ગુરુની અપેક્ષાએ ક્ષમણ મુંડપાદના પ્રશિષ્ય અને મૂળ વાચકાચાર્યના શિષ્ય હતા. તેમનો જન્મ ન્યઝોબિકામાં થયો હતો. વિહાર કરતાં કરતાં કુસુમપુર (પાટલીપુત્ર-પટના) નામના નગરમાં આ ગ્રંથ રચ્યો. તેમનું ગોત્ર કોભીષણિ અને તેમની માતાનું ગોત્ર વાત્સી હતું. તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું. ઉમાસ્વાતિ મહારાજકૃત બૂઢીપ સમાસ પ્રકરણના ટીકાકાર શ્રી વિજયસિંહસૂરિ મ. તે ટીકાની આદિમાં જણાવે છે કે ઉમા માતા અને સ્વાતિ પિતાના સંબંધથી તેમનું ઉમાસ્વાતિ નામ પડ્યું. વાચકનો અર્થ પૂર્વધર લેવો. કેમકે પન્નવણા સૂત્રની ટીકામાં કહેલ છે કે-વાર : પૂર્વવિઃ |

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 516