________________
૧૫
ધરણેન્દ્રપદ્માવતી સંપૂજિતાય કૈ હૂ હૈં શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | | ગુરુભ્યો નમઃ ||
I ઐ નમઃ | ચૌદ ગુણસ્થાનક
આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને અંત ક્યારે આવે છે, એનું સ્પષ્ટીકરણ જૈનશાસ્ત્રોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદિત ગુણસ્થાનોને બરોબર સમજવાથી આ વિષયનો સ્પષ્ટ બોધ થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસના બોધ માટે ગુણસ્થાનોની સમજ અનિવાર્ય છે. ગુણસ્થાન શબ્દ જ આધ્યાત્મિક વિકાસનું સૂચન કરે છે.
ગુણોનું સ્થાન તે ગુણસ્થાન, અર્થાત્ આત્મામાં ગુણો પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આત્મામાં જ્ઞાનાદિ ગુણો રહેલા જ છે, પણ આવરાયેલા=દબાયેલા છે. જ્ઞાનાદિ ગુણો ઉપર કર્મોનું આવરણ છે. જેમ જેમ કર્મોનું આવરણ ખસતું જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણો પ્રગટતા જાય છે, અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે. કર્મોથી આવરિત આત્માના ગુણોનું પ્રગટીકરણ એ જ આધ્યાત્મિક વિકાસ છે. કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. આથી તેની અનેક ભૂમિકાઓ (=અવસ્થાઓ) છે. એ ભૂમિકાઓનું જૈનશાસ્ત્રોમાં સંક્ષેપથી ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. એને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ પ્રમત્ત (૭) અપ્રમત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણ મોહ (૧૩) સયોગી કેવલી (૧૪) અયોગી કેવલી.
(૧) મિથ્યાત્વ– આત્મામાં રહેલા ગુણો ઉપર આઠ કમનું આવરણ છે. તેમાં મોહકર્મનું આવરણ મુખ્ય છે. મોહકર્મનું આવરણ પ્રબળ હોય તો બાકીનાં કર્મોનું આવરણ પણ પ્રબળ હોય છે. મોહકર્મનું આવરણ નિર્બળ