Book Title: Tattvarthadhigama Sutra Author(s): Rajshekharsuri Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 7
________________ ૫ પ્રાથન (પ્રથમ આવૃત્તિનું) // ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II ॥ ૐ હ્રીં શ્રી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ । II શ્રી સ્વવિદ્યાગુરુભ્યો નમઃ । શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રની મહત્તા— જૈન દર્શનમાં અનુયોગ, એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ ઘણી જ સુંદર છે. તેના ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારના અનુયોગ દ્વારા તે તે કક્ષાના બાલ, મધ્યમ કે પંડિત પુરુષો સુગમતાથી શાસનના હાર્દને પામી, સાધનાની દિશામાં આગળ વધી, શીઘ્ર સાધ્યની સિદ્ધિ હાંસલ કરી શકે છે. પ.પૂ. યુગપ્રધાન શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ.સા.ના કાળ સુધી આ ચારે અનુયોગ સંકલિત એટલે કે એકીસાથે જોડાયેલા હતા. પરંતુ તેઓશ્રીએ દુઃષમાનુભાવ આદિના પ્રભાવથી અલ્પબુદ્ધિવાળા શિષ્યોને વ્યામોહ ન થાય અને તેઓ સારી રીતે સમજી શકે, તે ઉદ્દેશથી ચારે અનુયોગોનું અલગ અલગ વિભાજન કરેલ છે. તેમાં આચારની પ્રધાનતા જેમાં બતાવેલ છે તેવાં આચારાંગ, દશવૈકાલિક સૂત્ર વગેરે આગમોમાં અને ત્રણ ભાષ્ય, શ્રાદ્ધવિધિ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું વ્યાખ્યાન છે. ગણિતનો વિષય જેમાં પ્રધાનતાએ દર્શાવેલ છે તેવા ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમોમાં અને ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, છઠ્ઠો કર્મગ્રંથ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ગણિતાનુયોગનું સુંદર વ્યાખ્યાન છે. સાધકોની શ્રદ્ધાને સુદૃઢ કરવા માટે પૂર્વના મહાપુરુષોનાં દૃષ્ટાંતો જેમાં દર્શાવવામાં આવ્યા છે એવા જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ વગેરે આગમોમાં અને ઉપદેશમાલા, ઉપદેશ પ્રાસાદ વગેરે પ્રકરણોમાં ધર્મકથાનુયોગનું વ્યાખ્યાન છે. છ દ્રવ્યોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 516