Book Title: Tattvarthadhigama Sutra Author(s): Rajshekharsuri Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 9
________________ દિગમ્બર અને શ્વેતામ્બર એમ બંને સંપ્રદાયમાં પ્રસ્તુત સૂત્રનું પઠનપાઠન ઘણા લાંબા સમયથી ચાલુ છે. તેમાં પણ દિગમ્બર સંપ્રદાયમાં તો કેટલાંક સૂત્રોના ફેરફાર સાથે આ સૂત્રને “સર્વોપરિ મુખ્ય આગમ મોક્ષશાસ્ત્ર' તરીકે માનવામાં આવે છે. તેઓ આ સૂત્રના કર્તા ઉમાસ્વાતિ' અથવા ઉમાસ્વામીને શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય તરીકે માને છે. પરંતુ આ ગ્રન્થકર્તા શ્રી ઉમાસ્વાતિ દિગમ્બર સંપ્રદાયના નથી, પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં (પરમ્પરામાં) જ થયેલા છે. તે માટે વિશેષ જિજ્ઞાસુઓએ પ.પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબે લખેલ “તત્વાર્થવૃત્વતન્મતિનિઃ ' નામનું પુસ્તક જોવું. શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રસ્તુત ગ્રંથ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગ્રંથ ઉપર બંને સંપ્રદાયોના અનેક આચાર્ય મહારાજોએ અનેક ટીકાઓ તેમજ અનેક પંડિતોએ હિન્દી તથા ગુજરાતી ભાષામાં નાના-મોટા અનેક પુસ્તકો બહાર પાડેલ છે. આ ગ્રંથ માત્ર ૨૦૦ શ્લોકથી પણ ઓછા પ્રમાણવાળો હોવા છતાં તેમાં લગભગ જૈનદર્શનના મૌલિક બધા જ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવેલ છે. માટે જ “ઉમાસ્વાતિ જેવા કોઈ સંગ્રહકાર નથી' એમ શ્રી સિદ્ધહેમ વ્યાકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબને પણ કહેવું પડ્યું છે અને એથી જ પૂર્વના મહાપુરુષોએ આ ગ્રંથને “અહ...વચન સંગ્રહ તરીકે પણ ઓળખાવ્યો છે. સંક્ષેપમાં ગ્રંથ પરિચય આ ગ્રંથના દશ અધ્યાય છે. શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે ૩૧ ગાથા પ્રમાણ સંબંધ કારિકા ગ્રંથકારે પોતે જ રચેલ છે, જે ખાસ મનન કરવા લાયક છે. તે પછી પહેલા અધ્યાયમાં સમ્યક્ત્વ, જીવાદિ તત્ત્વો, તત્ત્વોની વિચારણા કરવાનાં હારો, જ્ઞાન અને સાત નયનું સ્વરૂપ વર્ણવેલ છે. બીજા અધ્યાયમાં જીવોનું લક્ષણ, ઔપશમિકાદિ ભાવોના પ૩ ભેદ, જીવના ભેદ, ઈન્દ્રિય, ગતિ, શરીર, આયુષ્યની સ્થિતિ વગેરે વર્ણવેલ છે. ત્રીજા અધ્યાયમાં સાત પૃથ્વી, નારક જીવોની વેદના તથા આયુષ્ય, મનુષ્ય ક્ષેત્રનું વર્ણન, તિર્યંચના ભેદો તથા સ્થિતિ વગેરે આવે છે. ચોથા અધ્યાયમાં દેવલોક, દેવતાની ઋદ્ધિPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 516