________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) પરપોટા, ઇન્દ્રધનુષ, વિજળી અને વાદળાંની શોભા સમાન-ક્ષણભંગુર છે. જ્યાં, દૂધ અને પાણીની જેમ જીવ સાથે નિબદ્ધ, દેહુ પણ શીવ્ર નષ્ટ થઈ જાય છે ત્યાં ભોગોપભોગનાં સાધનભૂત પૃથકવર્તી પદાર્થો
સ્ત્રી આદિ પરિકરનો સંયોગ શાશ્વત કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. અધ્રુવભાવનાનું નિશ્ચયથી ચિંતન આ પ્રમાણે કરવું કે પરમાર્થથી જ્ઞાનાનંદસ્વરૂપ આ આત્મા દેવ, અસુર અને નરેન્દ્રના વૈભવોથી ને શરીરાદિ પરપદાર્થોથી તદ્દન ભિન્ન ત્રિકાળશુદ્ધ તેમ જ શાશ્વત પરમ પદાર્થ છે. તત્ત્વજ્ઞાનપૂર્વક તેનું અનુપ્રેક્ષણ કરવાથી શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે.
અશરણ-અનુપ્રેક્ષા :- મરણ સમયે ત્રણે લોકમાં જીવને મરણથી બચાવનાર કોઈ નથી. મણિ, મંત્ર, ઔષધ, રક્ષક સામગ્રી, હાથી, ઘોડા, રથ અને સમસ્ત વિદ્યાઓ વગેરે કોઈ શરણ આપનાર નથી. સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવો સેવક છે, વજ શસ્ત્ર છે અને ઐરાવત ગજરાજ છે એવા ઇંદ્રને પણ કોઈ શરણ નથી–તેને પણ મૃત્યુથી બચાવનાર કોઈ નથી. નવ નિધિ, ચૌદ રત્ન, ઘોડા, મત્ત ગજેન્દ્રો અને ચતુરંગિણી સેના વગેરે કાંઈ પણ ચક્રવર્તીને શરણરૂપ નથી. જોતજોતામાં કાળ તેને કોળિયો કરી જાય છે. તો પછી જીવને નિશ્ચયે શરણ કોણ છે? જન્મ, જરા, મરણ, રોગ અને ભય ઇત્યાદિથી આત્માનું રક્ષણ કરવાવાળો સર્વ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન ત્રિકાળશુદ્ધ નિજ જ્ઞાયક આત્મા જ શરણ છે. આત્મા સ્વયં પંચપરમેષ્ઠીરૂપ પરિણમન કરે છે તેથી આત્મા જ આત્માનું શરણ છે.
સંસાર-અનુપ્રેક્ષા : જિનેન્દ્રદેવપ્રણીત અધ્યાત્મમાર્ગની અંતરમાં સમ્યક પ્રતીતિ તેમ જ પરિણતિ વિના જીવ અનાદિકાળથી જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પ્રચુર એવા પંચપરાવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોના નિમિત્તે આ જીવ સંસારરૂપી ભયાનક વનમાં ભ્રમણ કરે છે; પરંતુ નિશ્ચયનયે જીવ સદા કર્મોથી રહિત છે તેથી તેને સંસાર જ નથી. સંસારથી અતિકાન્ત નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com