________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪) પ્રત્યેક અનુપ્રેક્ષાનું છે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું વૈરાગ્યપ્રેરક તેમ જ ઉપશાન્તરસયુક્ત હૃદયગ્રાહી ચિત્રણ આપીને તે તે અનુપ્રેક્ષાની પ્રાયઃ અંતિમ એક-બે ગાથામાં તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું આલંબન દેતાં એવું મીઠું અને કરુણારસભીનું સંબોધન કર્યું છે કે જેનાથી ભવ્ય જીવોને રોમાંચ ખડા થઈ જાય. હે ભવ્યજીવ ! તું સમસ્ત વિષયોને ક્ષણભંગુર સાંભળી તેમ જ મહામોહ છોડી, તારા અંત:કરણને નિર્વિષય-વિષય રહિત કર, જેથી તું ઉત્તમ સુખને પ્રાપ્ત થઈશ.... હે ભવ્ય! તું પરમશ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્માના શરણનું સેવન કર! આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને નિજ આત્મા સિવાય અન્ય કોઈ પણ શરણ નથી. હે ભવ્યાત્મા! સર્વપ્રકારે ઉદ્યમ કરી, મોહ છોડી તું એ આત્મસ્વભાવનું ચિંતવન કર કે જેથી સંસારપરિભ્રમણનો સર્વથા નાશ થાય. ...હે ભવ્યાત્મા! તું ઉદ્યમ કરીને જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન્ન જાણ ! તેને જાણતાં બાકીનાં સર્વ પદ્રવ્યો તત્પણ છોડવા યોગ્ય ભાસશે.ઇત્યાદિ.
કાર્તિકયાનુપ્રેક્ષા “દ્વાદશ અનુપ્રેક્ષા' વિષયનો સંભવતઃ સૌથી મોટો ગ્રંથ છે. તેમાં ગ્રંથકારે “લોક-અનુપ્રેક્ષા' (ગાથા ૧૧૫ થી ૨૮૩) અને “ધર્મ-અનુપ્રેક્ષા' (ગાથા ૩૦૨ થી ૪૩૫)નો ઘણી ગાથાઓમાં વિસ્તાર કરીને દ્રવ્યાનુયોગના તેમ જ ધર્મ-આરાધનાના અનેક વિષયો આવરી લીધા છે. ધર્માનુપ્રેક્ષાના વર્ણન પછી, તેની ચૂલિકારૂપે અનશન આદિ બાર તપનું પણ એકાવન ગાથાઓમાં (ગાથા ૪૩૮ થી ૪૮૮) ઘણું સુંદર વર્ણન કર્યું છે.
“લોકભાવના માં આવેલી, દ્રવ્યાનુયોગના સિદ્ધાન્તોનું નિરૂપણ કરનારી (ગાથા ૧૭૬ થી ૨૮૦) ગાથાઓમાંથી નિમ્ન ગાથાઓ વિશેષ અનુપ્રેક્ષણીય છે : ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૯૧, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૪, ૨૦૫; વસ્તુમાં કારણકાર્યની વ્યવસ્થાનું નિરૂપણ કરનારી ગાથાઓ : ૨૨૨ થી ૨૩૩; ગાથા ૨૩૭ થી ૨૪૬માં દ્રવ્ય-ગુણપર્યાયના સ્વરૂપવર્ણન વિષે ગાથા ૨૪૩માં કહ્યું છે કે જો ‘દ્રવ્યમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com