________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) જ કહેવું પર્યાપ્ત છે કે ભૂતકાળમાં જે તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો, ગણધરો વગેરે શ્રેષ્ઠ પુરુષો સિદ્ધિને વર્યા અને જેઓ ભવિષ્યમાં વરશે તે બધું આ ભાવનાઓના તાત્ત્વિક શુદ્ધિયુક્ત ચિંતવનનું જ અચિંત્ય ફળ છે. ખરેખર, એ બધું જ્ઞાનવૈરાગ્યવર્ધક ભાવનાઓનું જ માહાભ્ય છે. આ બાર ભાવનાઓના ચિંતનનો નિરંતર અભ્યાસ કરવાથી આત્માર્થી જીવોનાં હૃદયમાં રહેલો કષાયરૂપ અગ્નિ બુઝાઈ જાય છે, પરદ્રવ્યો પ્રત્યેનો રાગભાવ ક્ષીણ થઈ જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈને જ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે. માટે મોક્ષે આત્માએ બાર ભાવનાઓનું તાત્ત્વિક ચિંતવન નિરંતર કરવું જોઈએ, કેમ કે અંતરંગ શુદ્ધિયુક્ત આ બાર ભાવના સમસ્ત વિભાવો તેમ જ કર્મોના ક્ષયનું કારણ થાય છે.
- અનિત્યાદિ બાર ભાવનાના તત્ત્વજ્ઞાનપૂર્વક ચિંતવનનું સામાન્યપણે પ્રયોજન એ છે કે ધર્મધ્યાનમાં જે પ્રવૃત્તિ કરે છે તેને આ દ્વાદશાનુપ્રેક્ષા આધારરૂપ છે, અનુપ્રેક્ષાના બળે ધ્યાતાપુરુષ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે; વસ્તુસ્વરૂપમાં જે એકાગ્રચિત્ત થાય છે તે, તેનું વિસ્મરણ થતાં તેનાથી ચલિત થઈ જાય છે, પરંતુ વારંવાર તેને
એકાગ્રતા માટે જો ભાવનાનું આલંબન મળી જાય તો તે ચલિત નહિ થાય. માટે આત્મહિતના ઈચ્છક જીવોએ આ બાર ભાવના ભાવવી જોઈએ.
પ્રત્યેક ભાવનાનું વ્યવહાર-નિશ્ચય ચિંતવન નિમ્ન પ્રકારે મોક્ષેચ્છુ ભવ્ય જીવોએ કરવું જોઈએ.
અધ્રુવ-અનુપ્રેક્ષા : ઉત્તમ ભવન, સવારી, વાહન, શયન, આસન, દેવ, મનુષ્ય, રાજા, માતા, પિતા, કુટુંબી અને સેવક આદિ બધાય સંયોગો અનિત્ય અર્થાત્ છૂટા પડી જનાર છે. બધા પ્રકારની સામગ્રી-પરિગ્રહું, ઇંદ્રિયો, રૂપ, નીરોગતા, યૌવન, બળ, તેજ, સૌભાગ્ય અને સૌંદર્ય વગેરે બધુંય મેઘધનુષની જેમ નશ્વર છે. અહમિંદ્રનાં પદ, ચક્રવર્તી અને બળદેવ આદિની પર્યાયો-પાણીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com