________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭)
,
નામ ‘સ્વામી કુમારે ') તો આ વિષય ઉપર સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યદેવની કૃતિ ‘બારસ-અણુવેક્ખા અને શ્રી કાર્તિકેય મુનિવરની કૃતિ ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા' નામથી પ્રસિદ્ધ છે. તે બંને અનુપ્રેક્ષા-ગ્રંથોની અનેક આવૃત્તિઓ મુદ્રિત થઈને પ્રકાશિત થઈ ગઈ છે.
બાર અનુપ્રેક્ષાઓમાં પ્રત્યેક અનુપ્રેક્ષા દ્રવ્ય-અનુપ્રેક્ષા અને ભાવ-અનુપ્રેક્ષાના ભેદથી બે પ્રકારે છે. સાધકભાવરૂપ શુદ્ધપરિણતિમય અંતરંગ વિરક્તિની પુષ્ટિ અર્થે ભવ-તન-ભોગનાં અધ્રુવ, અશરણ અને અશુચિપણાનું તેમ જ સંસાર વગેરેનું વિકલ્પયુક્ત ચિંતન તે દ્રવ્ય અનુપ્રેક્ષા છે અને વિકલ્પયુક્ત ચિંતન સાથે જ્ઞાનીને અંતરમાં જ્ઞાનાનંદસ્વભાવી આત્માના અવલંબને વર્તતી જે વિકલ્પાતીત વીતરાગ શુદ્ધ પરિણતિ તે ભાવ-અનુપ્રેક્ષા છે. આ શુદ્ધ પરિણતિમય ભાવ-અનુપ્રેક્ષા જ સાધક જીવને સંવ-નિર્જરાનું કારણ છે; વિકલ્પયુક્ત ચિંતનમય દ્રવ્ય-અનુપ્રેક્ષા તો શુભ રાગ છે; તે તો આસવ-બંધનું કારણ છે, સંવ-નિર્જરાનું નહિ. સાધક જીવને જેટલે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે તેટલે અંશે તેને આસવ-બંધ થતો નથી, પરંતુ જેટલે અંશે શુભાશુભ રાગ છે તેટલે અંશે તેને નિયમથી આસવ-બંધ થાય છે. જ્ઞાનીને અંતરંગ શુદ્ધ પરિણતિ સાથે વર્તતા ‘અનિત્ય ’ આદિ ચિંતનના શુભ રાગને વ્યવહારે ‘અનુપ્રેક્ષા ’ કહેવાય છે, પરંતુ ‘અનુપ્રેક્ષા' તો સંવરનું કારણ હોવાથી, તે શુભરાગયુક્ત ચિંતન ૫રમાર્થે ‘અનુપ્રેક્ષા ' નથી, ‘ અનિત્ય ' આદિના ચિંતનકાળે વર્તતી અંતરંગ શુદ્ધ પરિણિત જ નિશ્ચય-અનુપ્રેક્ષા છે.
બાર અનુપ્રેક્ષાનું માહાત્મ્ય તેમ જ ફળ અચિંત્ય છે. અનાદિ કાળથી આજ સુધી જે કોઈ ભવ્ય જીવો પૂર્ણાનંદમય મુક્તદશાને પામ્યા છે તે બધા આ અનિત્ય આદિ બાર ભાવનાઓનું–એક, અનેક અથવા બધીયનું તત્ત્વતઃ અંતરંગ શુદ્ધિયુક્ત ચિંતન કે ધ્યાન કરીને જ પામ્યા છે. વિશેષ કહેવાની આવશ્યકતા નથી, એટલું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com