________________
: ૮: રાજશ્રીને આ પ્રકાશન માટેની અમારી ભાવના જણાવી ત્યારે તેઓશ્રીએ ખૂબ જ ઉલ્લાસથી મંગળ આશીર્વાદ પાઠવ્યા. વિદુષી સાધ્વીશ્રી સુજ્ઞાનશ્રીજીના માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા પ્રસંગે (૨૦૨૪ મહા શુદિ ૧૧ રવીવાર) આ દાન-માણિજ્ય-તિલક–સ્વાધ્યાય-મંજરી પ્રકાશિત કરતાં અને અત્યંત આનંદ થાય છે. અને અમારા પરમપૂજ્ય ગુરૂમહારાજશ્રી પ્રવતિની માણેકશ્રીજી મહારાજશ્રીની જીવનપ્રભા આ પુસ્તકમાં ગુંથવા અમે ભાગ્યશાળી થયા છીએ તે માટે અમને વિશેષ ગૌરવ અને હર્ષ થાય છે.
–પ્રોજકે