________________
: ૫૩ :
ભાવતાં રેશહિણી નક્ષત્રમાં વીર વીર પદ ઉચ્ચારતાં તેઓ આ નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગે સીધાવ્યા.
આ દિવસ પણ ઘણે પવિત્ર હતું. શ્રી શાંતિનાથજીના પાયધૂનીના ઉપાશ્રયમાં હજારો આયંબિલ અષ્ટાગ્રહ નિમિતે ચાલતાં છતાં તેમણે ખૂબ શાંતિ જાળવી. ટ્રસ્ટીઓને તે ખબર પણ ન હતી કે સાધ્વીજી આટલા બધા બિમાર છે. અંતિમ સમયે પણ અસહ્ય વેદનાઓને સમ ભાવે શાંતિ પૂર્વક સહન કરી હતી. બિમાર અવસ્થામાં સંયમ ગ્રહણ કર્યો પણ કઈ ઠેકાણે એકથી બીજું ચાતુર્માસ કર્યું ન હતું.
માત્ર મુંબઈમાં હૃદયના દુઃખાવાના કારણે છેલ્લા બે ચાતુર્માસ મુંબઈમાં કરવા પડયા. તેઓ બિમાર હોવા છતાં યથા શક્તિ તપ પણ કરતા અને પ્રતિદિન ૨૦૦૦ને સ્વાધ્યાય તથા સજઝાયે સ્તવને ગણતાં તથા ત્રણ વખત નવ લાખ નવકાર મંત્ર જાપ કરેલ. જાપ વગેરે અંતિમ સમય સુધી ચાલુ હતું. આ સર્વે અનુકુળતા પૂ. ગુરૂદેવની કૃપાથી જ થયેલ છે. કાળ કર્યા ત્યારે મામાદેવી ઉપર શ્રી સંઘે પૂર આચાર્ય પ્રવર શ્રીમદવિજય ધર્મસૂરીશ્વરજી મહારાજશ્રીએ અષ્ટ ગૃહની શાંતિ નિમિત્તે મહોત્સવ ચાલુ કરેલ હોવાથી દશ હજારની માનવ મેદનીની વચ્ચે નવકાર મંત્ર જાપ કરીને સાધ્વીશ્રીને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી શાંતિનાથજીના ટ્રસ્ટીઓ તથા