________________
[: ૩૪ :
જેમાં એક ઉપવાસ ને એક છઠ્ઠ. આ પ્રમાણે ૧૬૦ દિવસ સુધી ૮ શ્રેણી વડે તપ પૂરું થાય. અહીંની ઠંડી તે ગજબની મકાને પણ ઠંડા એટલે ચુને ને લાદી ને બદલે લાકડાના પાટીયાનો વપરાશ ઘણે. મોટા મોટા ગૃહસ્થના મકાનોમાં તે ભીંતમાં સગડીઓ રાખેલ જેવા આવતી.
અહીં સ્થાનકવાસી ભાઈઓ પણ રહેતા હતા. પર્યુષણમાં સંવત્સરીને દિવસે સ્થાનકવાસીના સ્થાનકમાં વ્યાખ્યાન રાખ્યું. આ વખતે બન્નેના પર્યુષણ સાથેજ આવતાં હતા. જીવદયાની ટીપ પણ ઘણી સારી થઈ. બન્ને પક્ષને સંગઠન, એકતા તથા પરસ્પર મિલનને લાભ મળ્યો. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો.
ગુરૂકૃપાએ ચોમાસું તે આનંદ પૂર્વક વ્યતીત થઈ ગયું. ઠંડી પણ સદી ગઈ હતી. બધાના ભાવ બીજું ચોમાસું કરાવવાના થયા. મદ્રાસથી ઉટી સુધીમાં ૮૦૦ માઈલને વિહાર થયે. એ અમારા મહારાજ જ કરી શકે. અમે તે તેમની પ્રેરણાના પુપે હતા. કલીકટવાળાની ભાવના મનમાં જ રહી ગઈ. ત્યાંના શેઠ તે આવા વિકટ પ્રદેશમાં સાદવી મહારાજે વિહાર જોઈને હિંગમૂહને ચક્તિ થઈ જતા. ઘણી વાર કહેતા કે જેમ આચાર્ય ભગવતે પંજાબ દેશદ્ધારક, દક્ષિણ દેશેતારક મરૂદ્ધારક કહેવાય છે તેમ આપને ઉટી ઉદ્ધારક કહેવા જોઈએ. અહીંથી બધાની મીઠી વિદાય લઈ વિહાર કર્યો, મહિસર ૧૧૦ માઈલ પહાડ ઉતરીને જવાનું, રસ્તે વિકટ, ભયવાળે હતે. બે દિવસ તે ભાઈઓ સાથે આવ્યા પણ રસ્તે વિકટ, ખૂબ તૂટી ગયેલો ને સાંભળ્યું કે હાથી